જૂનાગઢ સ્થિત પરેશભાઈ ગોસ્વામી છેલ્લા 14 વર્ષથી હવામાનના ઊંડા અભ્યાસકર્તા તરીકે ઓળખાય છે. તેઓ પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા ખાસ કરીને ખેડૂતવર્ગમાં શ્રેષ્ઠ હવામાન આગાહીકાર તરીકે જાણીતા થયા છે.
આગામી ચોમાસા અંગે તેઓ જણાવે છે કે, ચોમાસા દરમિયાન કુલ વરસાદ 98%થી 106% જેટલો પડી શકે છે. જૂન અને જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે. હાલ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝ ચાલી રહી છે, જે સારા ચોમાસાની નિશાની છે. જો યોગ્ય વરસાદ મળે તો લાંબા ગાળાનાં પાકો વાવી શકાય છે.
પરેશભાઈનું સૂચન છે કે, કપાસનું બહુ આગોતરું વાવેતર ન કરવું, કારણ કે તેનાથી ગુલાબી ઈયળનો વધુ હુમલો થવાની શક્યતા રહે છે. યોગ્ય સમય પર વાવેતર કરવું વધુ ફાયદાકારક છે.
જુલાઈ મહિને એકંદરે સારો વરસાદ રહેવાની શક્યતા છે. ઓગસ્ટના મહિને 12 થી 15 દિવસ વાયરૂ (દમકાળો) ફૂંકાઈ શકે છે, તેથી આ સમયે પુરક પિયતની તૈયારી રાખવી હિતાવહ રહેશે.
સપ્ટેમ્બર માસમાં ફરી સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાંથી ચોમાસું 2 ઓક્ટોબરથી વિદાય લેવાનું શરૂ કરશે અને 12 ઓક્ટોબર સુધી પૂર્ણ વિદાય લઇ શકે છે.
