આ સિઝનમાં ગુજરાત રાજ્યમાં ઉનાળુ તલના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 9 માર્ચ સુધીના આંકડા મુજબ રાજ્યમાં લગભગ 50 હજાર હેક્ટર જમીનમાં ઉનાળુ તલનું વાવેતર થયું છે.
ગયા વર્ષે આ જ સમયગાળામાં અંદાજે 34 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. એટલે કે આ વર્ષે તલના વાવેતરમાં સારો વધારો નોંધાયો છે.
ખાસ કરીને જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં તલનું વાવેતર વધુ પ્રમાણમાં થયું છે.
આ ઉપરાંત ઉનાળુ મગફળીનું વાવેતર પણ ગયા વર્ષની સરખામણીમાં વધીને લગભગ 23 હજાર હેક્ટર સુધી પહોંચ્યું છે.








