🚜 આઈ-ખેડૂત પોર્ટલ અપડેટ: વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલશે!

Black Diamond Ad

ગુજરાત રાજ્યના ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા એક મહત્વનો પરિપત્ર અને પ્રેસ નોંધ બહાર પાડવામાં આવી છે.

પોર્ટલ ખુલવાની તારીખો અને સમયગાળો:

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ તારીખ ૨૭/૦૩/૨૦૨૬ થી તારીખ ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખુલ્લું મુકવામાં આવશે.

કઈ કઈ સહાય યોજનાઓ (૪૨ ઘટકો) નો લાભ મળશે ?

વિવિધ ખેત ઓજાર સાધનો: કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટીલર.

અન્ય સહાય: તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ, પાક સંરક્ષણ સાધનો અને સ્માર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા કુલ ૪૨ ઘટકો માટે આ પોર્ટલ પર અરજી કરી શકાશે. રાજ્યના તમામ ખેડૂતો આ પોર્ટલના માધ્યમથી ઘરે બેઠા અથવા ગ્રામ પંચાયતના વીસીઈ (VCE) મારફતે અરજી કરી શકશે.

અરજી અને નોંધણી પ્રક્રિયાના નવા નિયમો:

ચાલુ વર્ષે અગાઉ નોંધણી થયેલ અને નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન કરવું ફરજિયાત છે.

આ ઓથેન્ટિકેશન આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર આવતા ઓટીપી (OTP) દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા કરી શકાશે.

આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ જ જે-તે ઘટક માટેની જરૂરી વિગતો ભરીને અરજી કરવાની રહેશે.

ખેડૂતોને અપીલ:

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા તમામ ખેડૂત મિત્રોને આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી (OTP) દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા નોંધણી અને અરજી કરવા સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Krushikhoj WhatsApp Group