🚜 ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર!
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને ‘સનેડો’ એટલે કે “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર” ખરીદવા માટે મળતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે.
ખેડૂતોની રજૂઆતને ધ્યાને રાખીને રાજ્ય સરકારે સનેડાની ખરીદી માટે મળતી રૂ. 25,000ની સહાય વધારી છે.
હવે સામાન્ય વર્ગના ખેડૂતોને સનેડાની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 60,000 સુધીની સહાય મળશે.
જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના અને સીમાંત ખેડૂતો તેમજ મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 75,000 સુધીની સહાય મળશે.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં નાના અને મધ્યમ ખેડૂતો ખેતીના વિવિધ કામો અને કૃષિ પેદાશોના પરિવહન માટે સનેડાનો ઉપયોગ કરે છે. આ સહાય વધારાથી ખેડૂતોને ખેતીનું ઉત્પાદન બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થશે.
ગુજરાત સરકારના આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક રીતે મોટી રાહત મળશે અને ખેતીના કામકાજમાં વધુ સુવિધા મળશે.
🌾 ખેડૂત મિત્રો માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે, તેથી વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો.








