વેકેશન નુ નામ પડતા જ બાળકો નાચી ઉઠે છે ઝુમી ઉઠે છે કારણ કે વેકેશન ના દિવસો મા મામા ના ઘરે કે માસી ના ઘરે કે પછી પથ્થરો હારે માથા પછાડતા સાગર ના રળીયામણા કિનારે આવેલા મજા ના કોઇ દેવસ્થાન કે જોવાલાયક સ્થળે જઇ ને દેવ દર્શન કરી ને કે પછી આખ્યે જોઇ ને હૈંયુ હરખાય એવા સ્થળો ની મુલાકાત લઇ ને ધન્યતા અનુભવતા હોય છે કોઇ બાળકો ને માતા પિતા સાથે કે પછી સાથીદારો સાથે હિમાલય જેવા બરફ ના ખડકેલા પાળા મા ફરવા નો મોકો મળતો હોય છે કુદરતે માનવી ના મન ની શાન્તિ માટે સર્જેલી ધરોહર ને નિહાળવા નો માણવા નો મોકો મળતો હોય છે કે પછી કચ્છ ના નયન રમ્ય રેતી ના રણ મા રખડવા નો કે પછી હરીયાળી ગીર ના જંગલો મા આવેલા પર્વતો ની માનવ સર્જીક કે કુદરતી રીતે નિર્માણ પામેલી ગુફા ઓખળખળ વહેતી નદી ઓ ના કાઠે જાત જાત ના ગીર ના જંગલના મુક્તપણે વિહરતા આપણા મોઘા મુલા પસુડા જેવા કે સરસ મજા ના સસલા ઓ હરણફાળે દોડતા હરણીયા ઘટાટોપ વડલા ની વડવાયે ટીંગાતા વાંદરા ઓ અને મધુર કંઠ થી ગીર ને મિઠીમધ જેવી કરી દેતા મોરલા એને કોટલ ના ટહુકાં અને જેની ત્રાડ થી ગીર આખી ભયભિત થઇ ને થરથરવા મંડે એવા સાવજ ને નિહાળી ને મન ને મોજીલુ બનાવતા હોય છે… અને હા ખાસ કહી દઉ કે યાત્રા કે પ્રવાસ માત્ર માનવી જ નહી પણ દરેક સજીવ સૃષ્ટી માટે બહુ જ મહત્વ ધરાવે છે પણ અમારા ગામડા ના ગરીબ ખેડુતો ના બાળકો માટે એ મુશ્કેલી ભર્યુ કામ છે (જો કે આજે ટ્રેકટર જેવા સાધન આવી ગયા ને ગામડા બાળકો માટે થોડુ બળદ પાછળ હાલવા નુ ઓછુ થયુ છે સતા પણ આવા દ્રષ્યો આજે પણ જોવા મળી જાય છે)

યાત્રા કોણ નથી કરતુ જડ ને ચેતન સૌ પોતપોતાની રીતે પ્રવાસ કરે જ છે આપણે માનવિયો તો વાહન મા બેસી ને ધરતી પર ના સ્થળો નો પ્રવાસ કરીયે છીયે બલમ મા બેસી ને અંતરીક્ષ ની યાત્રા કરીયે છીયે અને હોડી મા બેસી ને દરીયા નો પ્રવાસ કરીયે છીયે આ વાત થઇ માનવી ની પણ ઝાડ પાન….પાણી…અરે ધરતી પર ની રજે રજ પ્રવાસ કરે છે પણ કેવી રીતે પ્રવાસ કરે છે તે શોધવુ એ મહત્વ નુ છે તો ચાલો જરા શોધખોળ કરીયે કે માનવ સિવાય ના તત્વો કેવી રીતે પ્રવાસ કરે તો કુંજ નીમ ના પક્ષિ ઓ હજારો જોજન નુ રણ કાપી ને મિઠા મહેરામણ થી આપણા મલક મા આવે છે અને અમુક સમય રોકાઇ ને વળી પાછા જતા પણ રહે છે…આપણે ઝાડ ની વાત કરીયે પ્રથમ લાગશે ભૈઇ ઝાડ તે કઇ પ્રવાસ કરતુ હશે પણ મને માળુ એવુ લાગ્યુ કે ઝાડ પણ પ્રવાસ કરે છે જુવો ને ઝાડ ના મુળીયા પૃથ્વી ના પેટાળ ની યાત્રા એ નિકળે છે ને કુંપળો આંભ ની યાત્રા એ નિકળી પડે છે આંભ ને આંબવા ની મથામણ કરતી હોય એવુ લાગ્યા જ કરે….બરાબર વૈશાખ ના વાયરા મા તમે નજર કરશો તો જાણવા મળશે કે ઝાડ ના ખરી ને સુકાય ગયેલા પાન કે બિજા તણખલા વા’ના વિટોળા મા ઉડી ને જાણે કે પ્રવાસ કરતા હોય એવુ લાગ્યા વિના ન રહે અને અહી થી ઉડી ને દુર દુર જતા જણાય છે ઉચેરા આભા મંડળ મા ગોળ ગોળ ફરતા વા’વિટોળીયા રુપી વિમાન મા બેસી ને આંભ મા વિહાર કરવા નિકળી પડે છે એ તત્વો કયા જઇ ને અટકે એ કહેવુ મુશ્કેલ છે…આ જુવો ને નદીયુ ના નિર ઉતાવળા થઇ ને નદી વહેણ ના વહાણ મા બેસી ને ગાઉ ના ગાઉ નુ અંતર કાપી ને દરીયા ની યાત્રા એ નથી નિકળતા…?એ નદી ના નિર ના પ્રવાસ મા આપણે ડેમો બાંધી ને ધરતી ને લિલી કરવા ખાતર થોડી અડચણ ઉભી કરી ને નદી ઓ ના નિર ને પ્રવાસ કરતુ અટકાવ્યુ છે…નદી ઓ ના નિર ની માફક જ દરીયા નુ ખારુ પાણી પણ મિઠ્ઠુ થઇ ને વાદળા ના વહાણ મા બેસી ને આકાશ મા વિહરતુ જોવા મળે છે બરાબર જેઠ મહીનો બેસે ને આભ મા વાદળા ના થર ના થર ખડકાઇ જાય છે ઇ ધુમાડા નો ગોટા મા ખારા દરીયા ના પાણી પોતાની તમામ ખારાશ છોડી ને યાત્રા એ નિકળી પડે છે ને તે ધરતી ને ઠંડક આપવા માટે છાંટો છાંટો થઇ ને વરસી જાય છે અને જે ધરતી પર ના તમામ જીવાત્મા ની જીવાદોરી બની જાય છે

એટલા માટે કહેવુ પડે છે જડ કે ચેતન દરેક ને માટે પ્રવાસ અગત્ય નુ અંગ છે એમા બે મત નથી પ્રવાસ માનવી માટે યાધી વ્યાધી ને ઉપાધી ભુલવા માટે ની અક્ષર ઔષધી છે પ્રવાસ થી માનવી નુ મન પ્રફુલિત બને છે પ્રવાસ થી માનવી દરેક પ્રાત ની જાણકારી મેળવે છે સ્થળે સ્થળ નુ મહત્વ સમજાય છે અને પરિભ્રમણ થાય છે અને માનવ સાચા અર્થ મા માનવ બનવા પ્રેરાય છે એટલા માટે જે ફરશે તે જાણશે બાકી તો અનંત ની યાત્રા આપણા માટે નક્કી જ છે

લેખક…… રામ આહીર

Krushikhoj WhatsApp Group