જાણો ધીમું પડી ગયેલા ચોમાસુ ક્યારે પકડશે વેગ, હવામાન વિભાગે આગાહી કરી

વાયુ વાવાઝોડા ને લીધે રાજ્યભર માં પવન સાથે વરસાદી માહોલ દેખાયો હતો.વાયુ વાવાઝોડા ને કારણે ચોમાસુ મંદ પડ્યું હતું એ હવે ગતિ પકડતું જોવા મળી રહ્યું છે.ત્યારે હવે હવામાન વિભાગે એલાન કર્યું કે,દક્ષિણ ગુજરાતમાં 23 અથવા 24 જૂને ચોમાસાનું આગમન થઇ શકે છે.અમદાવાદ હવામાન વિભાગના ડીરેકટર જયંત સરકારે જણાવ્યું કે,દક્ષિણ ભારતમાં અટકી ગયેલું ચોમાસુ હવે ઉત્તર દિશામાં કોંકણ અને ગોવા તરફ આગળ વધ્યું છે અને સંભાવના છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન 23 અથવા 24 જૂને થઇ શકે છે.

આ દરમિયાન 24 જૂને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના દર્શાવાઇ છે.દર વર્ષે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થતુ હોય છે. પરંતુ આ વખતે કેરળમાં જ ચોમાસુ એક સપ્તાહ વિલંબથી પ્રવેશ્યું હતુ. ત્યારે વાયુ વાવાઝોડાથી ચોમાસાનું આગમન લંબાઇ ગયું હતુ. ત્યારે ફરી એકવાર મૌસમી પવનો ઉત્તર દિશામાં આગળ વધ્યા છે…

Krushikhoj WhatsApp Group