ખેડૂત અગ્રણી પાલાભાઈ આંબલીયાએ 6 સવાલ કરી સરકારની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે
ગાંધીધામ મગફળીકાંડ બાબતે ગુજરાત કોંગ્રેસમાં કિસાન સેલના ચેરમેન ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયાએ રાજ્ય સરકાર સામે સવાલ કર્યા છે. સરકાર મગફળીકાંડમાં જવાબદારીથી છટકી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો. પાલભાઈ આંબલિયાએ સવાલ કર્યા કે મુખ્યપ્રધાન કહે છે કે સૂચના અપાઈ ગઈ છે.
પોલીસ કેસ કરી દીધો છે. તો કોને સૂચના અપાઈ ? ક્યારે સૂચના અપાઈ ? ક્યારે પોલીસ કેસ થયો ? કયા પોલીસ સ્ટેશન કેસ થયો ? કોની સામે ફરિયાદ નોંધાઇ ? ફરિયાદી કૌન બન્યું ? તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે એક બાજુ રાજ્ય સરકાર મગફળી કૌભાંડમા મગન ઝાલાવાડિયા સહિત 19 વ્યક્તિઓની ધરપકડ કરી રાજ્ય સરકાર વાહવાહી લૂંટે છે. તો બીજી બાજુ ગાંધીધામ મગફળી કાંડમા હાથ ખંખેરી લે છે.