આ વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું ખેંચાય ગયું છે પ્રથમ વરસાદ સમયસર થયો હતો જેને પગલે સૌરાષ્ટ્રમાં રોકડિયા પાક ગણાતા કપાસ તેમજ મગફળીનું ધૂમ વાવેતર થયું છે પરંતુ બીજો વરસાદ સમય આવ્યો નથી જેને કારણે જગતનો તાત અને માલધારીઓ ચિંતાતુર બનીને વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. જો આગામી ચારથી પાંચ દિવસની અંદર પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રમાં મોટાભાગનો મગફળી અને કપાસનો ભાગ સુકાઈ જશે એટલું જ નહીં મુંગા પશુઓ માટેનું ઘાસચારો પણ ઉપલબ્ધ રહેશે નહીં. કારણકે, અત્યારે પણ સ્થિતિ અત્યંત ગંભીર છે સૌરાષ્ટ્રના અનેક અંતરિયાળ ગામોમાં મૂંગા પશુઓ ઘસારા અને પાણીના અભાવે મોતને ભેટયા છે. માલધારીઓને બજારમાંથી મોંઘો ઘાસચારો લાવો પોસાતો નથી બીજી બાજુ સરકાર દ્વારા મહિને ઘાસચારાનો જે જથ્થો આપવામાં આવે છે તે ખૂબ જ અપૂરતો હોવાનું માલધારીઓ જણાવી રહ્યા છે. માલધારીઓ અને ખેડૂતો પાસે હાલમાં પૈસા ખલાસ થઈ ગયા .છે ઘણા ખેડૂતોએ તો બજારમાંથી એટલે કે ખાનગી વ્યક્તિઓ પાસેથી પાંચથી દસ ટકા વ્યાજ લેખે પૈસા ઉછીના લીધા છે જેનું વ્યાજ તેઓ કરી રહ્યા છે. આથી હવે તેઓ બીજા પૈસા લાવી શકવાની સ્થિતિમાં નથી જેને કારણે મૂંગા પશુઓની હાલત વધુ કફોડી બની છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ અત્યારથી જ દુષ્કાળની પરિસ્થિતિ રહી છે બીજી બાજુ વીમા કંપનીની આડોડાઈને કારણે ખેડૂતોને પાક વીમાની રકમ પણ મળતી નથી સૌરાષ્ટ્રના ત્રણ ચાર જિલ્લાઓમાં પીવાના પાણીની પણ આવી જ કફોડી હાલત છે જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે આજી 2 ડેમમાંથી રાજકોટ જિલ્લાના કેટલાક ગામો માટે પાણી છોડવાનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજી- 2 ડેમ માંથી 70 એમ.સી.એફ.ટી પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોને પ્રત્યક્ષ કે પરોક્ષ સિંચાઇ, ઘાસચારા અને પશુધન નિભાવ તેમજ પશુ પક્ષીના પીવાના ઉપયોગ માટે નદીમાં છોડવાનો સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે.

Krushikhoj WhatsApp Group