ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા ટંકારા તાલુકાના જીવાપર ગામે ખેડૂતની મીટીંગ કરવામાં આવી હતી. જેમાં જી.જી.આર.સી. હેડ ઓફિસમાંથી મુખ્ય મહેમાન તરીકે પી. પી. દોંગા, ચીફ (AD, AI & MIS) આવેલ હતા. જેમને ખેડૂતોને ટપક પદ્ધતિની ઉપયોગિતા, જી.જી.આર.સી.ની કાર્યપ્રણાલી, ટપક પદ્ધતિના ફાયદા, પાણીનું મહત્વ વગેરે વિશે માહિતી આપી હતી

Monsoon Onion Ad

આ ઉપરાંત, જી.જી.આર.સી. મોરબીથી આવેલ આર. એમ. ડાંગર દ્વારા ખેડૂતોને ટપક પદ્ધતિ વહેલાસર અપનાવવા તથા સો ટકા ટપક પદ્ધતિ હેઠળ ખેતી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ભૂમિ પોલીમર્સ -રાજકોટના ડાયરેક્ટર રસિકભાઈ બાલધા, સ્ટેટ ઇન્ચાર્જ નિકુંજભાઈ બગસરિયા, એગ્રોનોમીસ્ટ ગનીભાઇ પટેલ વગેરે દ્વારા ટપક પદ્ધતિની તાંત્રિક જાળવણી તેમજ કપાસ અને મગફળીના રોગ-જીવાત વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

 


આ મિટિંગમાં ટપક પિયત અને પાક સંરક્ષણ ની મહત્વ વાતો અને  ખેડૂતોને ટપક પદ્ધતિ માટે મળતાં સબસીડીના લાભો લેવા તેમજ અન્ય ખેડૂતોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી. જી.જી.આર.સી.ની કોટન ડોક્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઉપયોગ કરવા સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરવામાં આવી હતી.

Krushikhoj WhatsApp Group