ભુજ: કચ્છમાં બુધવારે મોડી રાત્રે ખડીર પંથકમાં શરૂ થયો હતો. જ્યારે આજે ગુરુવારે વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. લખપતના દયાપર અને માતાના મઢ ખાતે ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા. જ્યારે ખાવડા અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સવારે ખાવડા, પૈયા, અબડાસાના ડુમરા સહિતના વિસ્તારોમાં કરા પડ્યા હતા. આ વરસાદ ખેડૂતો માટે મુસીબત ઊભી કરી છે.જો કે રાત્રે રાપર અને ગાગોદર સાથે ખડીરમાં પણ વરસાદ પડ્યો હતો. ખાવડામાં વરસાદ બાદ ગ્રામીણ હાથમાં કરાને એકઠા કરતા જોવા મળ્યા હતા. જ્યારે ખાવડા વિસ્તારમાં બરફના થર જામ્યા હોવાની તસવીર પણ વાઈરલ થઈ છે.
જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું
સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં 1થી 4 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે જૂનાગઢ, ધોરાજી, જામનગર માં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા ખેડૂતો હવે ચિંતા મા આવી ગયા છે ચોમાસા પાક મા તો ખાસ કંઈ નહીં વધે પણ શિયાળા પાક મા ક્યારે હવે વાવો થશે કે નહીં તે મોટી ચિંતા છે. ભર બપોરે આકાશમાં કાળાડિબાંગ વાદળો થતા અંધારપટ્ટ છવાય જતા વાહનચાલકોને લાઇટ કરવાની ફરજ પડી હતી.

Krushikhoj WhatsApp Group