રાજ્યમાં ધીરે ધીરો શિયાળો જામી રહ્યો છે તેવામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોથી ડિસેમ્બરે માવઠું થવાની આગાહી કરી છે. દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેને કારણે હવામાનમાં પલટો આવશે. અને ચોથી ડિસેમ્બરે આણંદ, સુરત, ભરૂચ,વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.