તા. 11થી 15 ફેબ્રુ. યોજાનાર આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોમાં આફ્રિકન દેશો સાથે કરાશે કરારો
ભારત અને આફ્રિકામાં લગભગ એક સમાન આબોહવા અને સમાન સામાજીક / આર્થિક પરિસ્થિતિ પ્રર્વતમાન છે કે જે બંને દેશો વચ્ચે ભવિષ્યના સહકારનો પાયો છે, આફ્રિકાનો જીડીપી 2020 સુધીમાં 2.6 બિલિયન યુએસડી પહોચાવાનું અનુમાન છે. 2030 સુધીમાં આફ્રિકા તેનું કૃષિ ઉત્પાદન 280 બિલિયન યુએસડી થી વધારી 880 બિલિયન યુએસડી કરવાની ઇચ્છા ધરાવે છે. આ ધ્યેય ખેતીલાયક જમીનને ઉપયોગમાં લાવી અને ઉચ્ચ ઉપજ આપતા પાકોની મદદથી પૂર્ણ કરવામાં આવશે. ભારતે તાજેતરના વર્ષોમાં કૃષિ ક્ષેત્રે નોંધનીય હરણફાળ ભરી છે અને ભારતનું ફુડ સેકટર પરિવર્તનના તબકકામાં (વેપાર અનુસંધાને) છે. આને લીધે ભારત અને આફ્રિકા વચ્ચે કૃષિ વેપાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ સહયોગની સંભાવનાઓ ઉભી થાય છે.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એક જાહેર ક્ષેત્રની કંપની છે અને ગુજરાત તેમજ ભારત સરકારની સ્ટેટ નોડલ સંસ્થા છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે કાર્યરત છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ પણ ભારતીય કૃષિ વેપારીઓ નિષ્ણાતોને આફ્રિકન દેશો સાથે જોડાવાનું એક મંચ પૂરું પડે છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને વિવિધ તબકકે મદદ પુરી પાડેલ છે.
રંધાવાએ લખેલ પત્રમાં અનુરોધ કરતા જણાવેલ છે કે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને ગુજરાતના કૃષિ ઉદ્યોગ અને આફ્રિકન દેશો સાથે જોડાણ કરાવવા આમંત્રિત કરીએ છીએ કે જેથી કરીને ગુજરાતનો કૃષિ/ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ અને આફ્રિકન બજારોનો પરસ્પર લાભ ઉઠાવી શકાય.
અત્રે એ જણાવવું જરૂરી છે કે 2015 થી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકન દેશોના પ્રતિનિધિ મંડળો, ડિપ્લોમેન્ટસ અને મિનિસ્ટર્સ ને બોલાવીને સૌરાષ્ટ્ર કચ્છના વ્યાપારિક અને આર્થિક સંબંધોને મજબૂત અને વ્યાપક બનાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તે માટે સતત પાંચ વર્ષ થી પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજ સુધીમાં 40 દેશોમાંથી 800 કરતા વધુ પ્રતિનિધિઓ રાજકોટની મુલાકાતે આવી ચુકયા છે. અત્રે એ નોંધવુ પણ જરૂરી છે કે આફ્રિકન ડેવેલપમેન્ટ બેંકની ગાંધીનગર ખાતે યોજાયેલ મીટ દરમ્યાન અને 2019ના વાઇબ્રન્ટ ગુજરાત દરમ્યાન કૃષિ ક્ષેત્રના એમઓયુ કરવા માટે તથા આફ્રિકન દેશોના ડેલિગેટ્સ ને લાવવા માટે પણ પરાગ તેજૂરા પ્રમુખ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળને જવાબદારીઓ સોંપવામાં આવેલ
આગામી 11 થી 15 ફેબ્રુઆરી 2020 દરમ્યાન રાજકોટ ખાતે એસવીયુએમ 2020 ઇન્ટરનેશનલ ટ્રેડ શો યોજાશે જેમાં આફ્રિકન દેશો સાથે કૃષિ ક્ષેત્રના કરારો કરવામાં આવશે.
આફ્રિકામાં રહેલ કૃષિ ક્ષેત્રની વિશાળ તકો નો મહતમ લાભ કેમ લઇ શકાય? તે માટે આગામી તારીખ 12-02-2020ના રોજ આંતરરાષ્ટ્રીય મેળા દરમ્યાન એક વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખેડૂતો, આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ, વ્યાપારીઓ અને ગુજરાત સરકાર/ યુનિવર્સિટીઝના હોદેદારો ચર્ચા કરશે અને માર્ગદર્શન આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત સાતમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાને સફળ બનાવવા મહેશ નગદીયા, જીવણલાલ પટેલ, ગૌતમભાઇ ધમસાણીયા, મૌતિકભાઇ ત્રિવેદી, ધીમંત મહેતા, દિનેશભાઇ વસાણી, મહેશભાઇ મહેતા, કેતનભાઇ વેકરીયા, મયુર ખોખર, રોનકભાઇ વખારીયા, દિનેશભાઇ તોગડિયા, શરદ વિઠલાણી, હાર્દિકભાઇ પોપટ, મનીષભાઇ નાકરાણી, પ્રશાંતભાઇ ગોહેલ, રમેશભાઇ (વેન્ટો સિરામીક – મોરબી), રીતેશભાઇ તન્ના, સહીતના સભ્યો જમેહત ઉઠાવી રહ્યા છે