રમેશ ઠાકોર..✍
ટંકારા તાલુકાના હડમતિયા,લજાઈ,વિરપર,સજ્નપર, ટંકારા, જબલપુર,ભુતકોટડા,નશીતપર, ધ્રુવનગર જેવા અનેક ગામોના ખેડુતો અતિવૃષ્ટી તેમજ કમોસમી વરસાદના વ્યાપક નુકશાનીના મારથી ઘણું બધુ ગુમાવી ચુંક્યો છે ત્યારે બાકી બચેલા પાક કપાસમાં પણ ગુલાબી ઈયળ પ્રવેશી જતા ખેડુતોને તો પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતીથી સર્જાય છે.
કપાસની ખેતીમાં વાવણીથી માડીને કાપણી સુધી વિવિધ અવરોધક પરિબળો ભાગ ભજવતા હોય છે. આ પૈકી જીવાતોનું નુકસાન એ કપાસમાં મુખ્ય અવરોધક પરીબળ ગણાવી શકાય છે. કપાસમાં નુકસાન કરતી જીવાતોમાં મોલોમશી,તડતડીયા, થ્રીપ્સ, સફેદ માખી, મિલિબગ, પાન કથીરી અને જીંડવા કોરી ખાનારી ઇયળોનો સમાવેશ થાય છે. બીટી કપાસ આવતા ઈયળોનું નુકસાન કપાસમાં નહીવત જોવા મળે છે પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર અને ખેતીમાં આવતા બદલાવને લીધે કપાસની પાછલી અવસ્થાએ ગુલાબી ઇયળ (Pink bollworm) નું વ્યાપક નુકસાન જોવા મળે છે. ગુલાબી ઇયળ જીંડવામાં અંદર પેસી જઇને નુકસાન કરતી હોવાથી તેની હાજરીની નોંધ લઇ શકાતી નથી અને એક છુપા દુશ્મનની માફક નુકસાન કરે છે. આ જીવાતથી ૮૦% જેટલું નુકસાન થઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ જીવાતનો ઉપદ્રવ વર્ષે અને વર્ષે વધતો જાય છે ત્યારે
ટંકારા પંથકના અનેક ગામના ખેડુતોઅે મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા, ખાતર, પાણીથી સિંચન કરી દિકરાની જેમ મહેનતથી ઉછેરેલો અને અતિવૃષ્ટી તેમજ કમોસમી વરસાદથી કપાસનો પાક બચાવેલ ફાલ,ફુલ અને જીંડવાથી કપાસના છોડ લચકી ગયા જોવા મળ્યા પણ આ તમામ જીંડવામાં કુદરતી ગુલાબી ઈયળનો પ્રવેશ થઈ જતા કોઈ પણ જંતુનાશક દવાનું પરિણામ નિષ્ફળ નિવડતા આ પંથકના અનેક ખેડુતોઅે ઉભા પાકમાં રોટાવેટર, ઈમરજન્શી દવા છાંટી કપાસનો ના છુટકે નાશ કરી આગામી દિવસોમાં રવીપાકની મોસમની તૈયારી કરી રહ્યા છે. ચોમાસું પાકમાં અનેક ખેડુતોને ખેતીમાંથી હજુ સુધી વળતર નથી મળેલ ત્યારે આ બાબતે રાજ્ય સરકારે સહાય પેકેજ જારી કર્યુ છે તે પ્રસંશનિય છે પણ સરકારશ્રીઅે ખેડુતો પ્રત્યે કુણુ વલણ તેમજ રહેમરાહ અપનાવી ખેડુતોઅે ભરેલા પ્રિમિયમ મુજબ વિમા કંપનીઅોને તત્કાલ વળતર ચુકવવા આદેશ જારી કરવા જોઈઅે જેથી આ જગતાતે દેવું કરીને પણ ઉછેરેલો પાક નિષ્ફળ જતા આત્મહત્યા તરફ ન પ્રેરાય તે બાબતે કંપનીઅોઅે તત્કાલ વિમો ચુકવવો જોઈઅે. અેવું અનેક ખેડુતોમાં ચર્ચાઅે જોર પકડ્યું છે.