By Ramesh Thakor ✍21/12/2019
ફોર્મનું પિયત ૪૦૦૦ હેકટર થવું જોઈઅે તેના બદલે ફક્ત ૧૯૦૦ હેકટર થતા સિંચાઈ માટે પાણી છોડવું મુશ્કેલ બની રહે તેવી પરિસ્થિતીનું નિર્માણ
વાંકાનેર : વાંકાનેર મચ્છું-૧ સેકશન-૧/૨ ના સિંચાઈ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ ખેડુત ખાતેદારોને અપીલ કરવામા આવી હતી કે છ પાણના પિયત માટેના રવીપાકના સિંચાઈના ફોર્મ ભરી જવા. પણ મચ્છું-૧ સેકશન-૧ અને સેકશન-૨ અોફિસે ખેડુત ખાતેદારોનો જે ઘસારો થવો જોઈઅે તે ન થતા ખુદ ડેપ્યું સેકશન અોફિસર પાંચોટીયા મુંજવણમાં મુકાયા છે. જે સરકારી ધારાધોરણ મુજબ ફોર્મ થવા જોઈઅે તે મુદત વધારવા છતા ફોર્મનો ટાર્ગેટ હજુ સુધી પુરો ન થતા સિંચાઈનું પાણી છોડવું અનિશ્ચિત બન્યું છે.
મચ્છું-૧ ડેમના સેકશન-૧ અને સેકશન-૨ ના ખેડુતો સમયસર ફોર્મ ભરે તો નજીકના દિવસોમા જ મચ્છુ-૧ કેનાલમા પાણી છોડવામાં આવનાર હતું પણ સેકશન-૧ અને સેકશન-૨ મળીને ૪૦૦૦ હેકટરનું પિયત થવુ જોઈઅે તેના બદલે અત્યાર સુધીમાં ૧૯૦૦ હેકટરના જ પિયતના ફોર્મ ભરાતા સેકશન અોફિસર પણ મુંજવણમા મુકાયા છે સાથે સેકશન-૨ ના ગામડાઅો જેવા કે કોઠારીયા, ટોળ, અમરાપર, પંચાસીયા, વાકીયા, સજનપર, ઘુનડા, હડમતિયા, લજાઈ, ટંકારા, વિરપર, રાજપર, રવાપર તમામ ગામના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે આગામી દિવસોમાં જો સિંચાઈનું પાણી નહી મળે તો વાવેલ રવીપાક પણ નિષ્ફળ જશે તેવી દહેશત ઉભી થઈ છે.
ઉલ્લેખનીય છે કે સરકારી ધારાધોરણ મુજબ સિંચાઈ માટેના ફોર્મ ન ભરવા કે આ બાબતે ખેડુતો નિષ્કિયતા દાખવવાના સંજોગોમા સરકારી રેકર્ડ પર પિયત માટે પાણી મેળવાની જરૂરિયાત પ્રસ્થાપિત થતી નથી લાંબા સમયની આ પ્રકારની પરિસ્થિતિ બાદ સરકારના સિંચાઈ વિભાગના રેકર્ડ પર પાણીની માગણી ન હોવાની બાબત ખેડૂતો માટે વિધાયક સાબિત થઈ શકે તે માટે ખેડુતોઅે પોતાનો સિંચાઈ માટેનો હક કાયમી ધોરણે જાળવી રાખવા માટે નિયત ફી ભરી વહેલી તકે તમામ ખેડુતો ફોર્મ ભરી દે તેવી સેકસન અધિકારી પાંચોટીયાદ્વારા અપીલ કરવામા આવી છે.