રમેશ ઠાકોર..✍ ગુજરાતના બધા ખેડુતો આગેવાન છે તેમ સમજી સ્વયંભું પાટનગરમાં પોતાના પાકવિમાના ન્યાય માટે ઉમટતા ખેડુતો
આજસુધીમાં ખેડુત આગેવાન પાલભાઈ આંબલિયા, રાજપુત કરણીસેના પ્રમુખ શેખાવતજી, લક્ષ્મણભાઈ આહિર, રતનસિંહ ડોડીયા તેમજ રાજ્યના કૃષિમંત્રીના મતવિસ્તારના ખેડુતો સત્યાગ્રહ હિતરક્ષક ખેડુતો છાવણીની મુલાકાત લઈ ચુંક્યા છે
બિનરાજકિય આંદોલનમાં ત્રીજા દિવસે ગાંધીનગરમાં સેક્ટર-૬ માં ખેડુતોના પ્રશ્ને પાકવિમા બાબતની લડાઈ લડી રહેલા ખેડુત આગેવાન જે.કે. પટેલના સમર્થનમાં “ખેડુત સત્યાગ્રહ છાવણીની મુલાકાત લેતા ટંકારા પંથકના ખેડુત રમેશ ખાખરીયા તેમજ ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા સદસ્ય વિ.કે. ઝાલા, સંદિપ જીવાણી વિક્રમ કાલાવડીયા, નિલેશ ભાગીયાઅે મુલાકાત લીધી હતી. ખેડૂતોનો ફક્ત વોટબેન્ક તરીકે ઉપયોગ કરવા વાળા નેતાઓ ચેતી જાય. અસંવેદનનશીલ સરકાર ને નમ્ર અરજ છે કે અમારી વ્યાજબી માંગણીઓ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ આપણા માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માર્ગદર્શિકા બનાવેલી છે તે મુજબ રાજ્ય સરકાર શા માટે તેનો અમલ કરતી નથી..? ખેતરમાંથી રાજધાનીમાં ખેડૂતોએ પોતાના ખેતીકામ છોડી આવવું પડે છે. ખેડુતોના જ મત મેળવી મોટા થયા છે અને ગાંધીનગરમાં સાયબી ભોગવી રહ્યા છે તેવા આપણા ધારાસભ્યો એકવાર પાર્ટીઓના મોહરા ઉતારી મુલાકાત કરી ખબર અંતર પુછો આ જગતના તાતની શું વેદના છે. અમને એમ લાગશે કે તેમની નશોમાં ક્યાંક કિશાનોનું લોહી વહી રહ્યું છે સતાની ખુરશી પર બઠેલાઅોઅે ખાસ સમજી લેવું જોઈઅે કે સતા રાજાશાહીથી કે વારસાઈ થી મળેલ નથી મોટાઈ અને મદમાં મહાલતાઓને પણ ઘર ભેગું ભૂતકાળમાં થવું પડ્યું છે. અમે સત્યાગ્રહ છાવણીની મુલાકાત લીધી આપ પણ અેક ખેડુતના સમર્થનમાં જોડાઈ આપણી ફરજ બજાવો..જય કિશાન
(સત્યાગ્રહ છાવણીની મુલાકાણ વેળાઅે ઉડતા સુરોમાંથી)