તલ એ અગત્યનો તેલીબિયાં પાક છે.

ભારતમાં તલનું વાવેતર બધી જ ઋતુમાં થાય છે. ચોમાસુ ઉપરાંત ઉનાળુ અને અર્ધ શિયાળુ ઋતુમાં પણ તેનું વાવેતર થાય છેે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ પાક ઉનાળુ ઋતુમાં સફળતા પૂર્વક લઈ શકાય છે. ઉનાળુ તલની ખેતીમાં ધ્યાનમાં રાખવા જેવા અગત્યના મુદ્રા નીચે મુજબ છે.

ઉનાળુ તલ ની ખેતી પધ્ધતિ

જમીન અને જમીન ની તૈયારી

હલકી, મધ્યમ કાળી, સારા નિતાર વાળી સમતલ જમીનમાં તલનુંં વાવેતર કરવું. અગાઉના પાકના જડિયા દુર કરી, ઓરવાણ કરયા બાદ વરાપ થયે હળવી ખેડ કરી, સમાર મારી જમીન તૈયાર કરવી. ઢેફાં ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.કયારા નાના અને સમતલ કરવા. કયારામાં પાણી ભરાઈ રહેવાથી તલ ના ઉગાવા ઉપર અસર થાય છે અથવા તો ઉગેલા તલ બળી જાય છે.

તલ ની જાતો

ઉનાળુ તલના વાવેતર માટે ગુજરાત તલ-૩ જાત ભલામણ કરવામાં આવેલ છે. આ જાતનો દાણો સફેદ અને મોટો હોવાથી બજાર ભાવ સારા મળી શકે છે.

બીજ નું પ્રમાણ

એક હેકટરના વાવતેર માટે ૩.૦ કિલો બીજ પુરતુ છે. એક કિલો બીજ દિઠ ત્રણ ગ્રામ થાયરમ કે કેપ્ટાન દવાનો પટ આપી વાવેતર કરવું. તલનું બીજ જીણુ હોાવથી વાવતી વખતે તેમાં રેતી ભેળવીને વાવતેર કરવાથી સપ્રમાણ બીજ પડે છે.

વાવેતર નો સમય

તલ પાકના ઉગાવા ઉપર ઠંડા વાતાવરણની માઠી અસર થાય છે જેથી ઉનાળુ તલનુ યોગ્ય સમયે વાવેતર કરવુ ખુબજ અગત્યનું છે. દરિયાકાંઠાના વિસ્તાર માટે ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં તથા અંતરિયાળ વિસ્તાર માટે ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં તલનું વાવેતર કરવું. આમ છતા સવારનાં સમયે ઠંડી જણાય તો વાવેતર મોડુ કરવું. ઠંડીની બીજના ઉગાવા પર ખાસ અસર થાય છે. વહેલું વાવેતર કરવાથી ઉગાવો ઓછો, છોડનો વિકાસ ધીમો અને ઉત્પાદન ઓછું મળે છે, જયારે મોડું વાવેતર કરવાથી પાકવા સમયે ચોમાસુ આંબી જાય, વરસાદથી નુકસાન થાય અને પાકની ગુણવત્તા નબળી રહે છે.

વાવેતર અંતર

બે હાર વચ્ચે ૩૦ સે.મી.ના અંતરે ઓટોમેટીક વાવણિયાથી વાવેતર કરવું જેથી બિયારણ સપ્રમાણ અને સરખા અંતરે પડે.

ખાતર

છાંણીયુ ખાતર ૧૦ ટન પ્રતિ હેકટર અને રાસાયણિક ખાતર રપ-રપ-૦૦ ના.ફો.પો. (ડીએપી પ૪.૦૦ કિલો અને એમોનિયમ સલ્ફેટ ૭૬.૦૦ કિલો) પ્રતિ હેકટર પ્રમાણે વાવેતર પહેલા આપવંુ. સુક્ષમ તત્વોની ઉણપ વાળી જમીનમાં સુક્ષમ તત્વોનું મિશ્રણ ગ્રેડ એક હેકટરે ર૦ કિલો પ્રમાણે વાવણી પહેલા જમીનમાં આપવું. જો કે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ જમીનના પૃથ્થકરણના રીપોર્ટને આધારે ભલામણ મુજબ કરવો વધુ હિતાવહ છે. પાક ઉગ્યા પછી ૩૦ થી ૪પ દિવસે રપ કિલો નાઈટ્રોજન (પ૪.૦૦ કિલો યુરીયા) પુતર્િ ખાતર તરીકે પિયત આપ્યા બાદ આપવો. તલના પાકમાં ફુલ અને બૈઢા અવસ્થાએ ર % યુરિયાનો છંટકાવ કરવાથી ઉત્પાદનમાં ફાયદો થાય છે.

પિયત

હંમેશા ઓરવાણ કરીને તલનું વાવેતર કરવુ. વાવણી બાદ તરત જ પ્રથમ પિયત અને ત્યારબાદ છ દિવસે બીજુ પિયત આપવું. ત્રીજુ પિયત જયારે છોડ ચાર થી પાંચ પાંદડે થાય ત્યારે જ આપવું. ત્યાર પછીના દરેક પિયત જમીનના પ્રત પ્રમાણે ૮ થી ૧૦ ના અંતરે આપવા. ઉનાળુ તલને કુલ ૮ થી ૧૦ પિયતની જરૂર પડે છે. પાણીના કાર્યક્ષામ ઉપયોગ માટે ટપક પધ્ધતિનો ઉપયોગ કરવા ભલામણ છે. જેના માટે ૯૦ સે.મી.ના અંતરે (જોડકા હારમાં ૩૦-૬૦-૩૦ સે.મી.) લેટરલ ગોઠવી તેના પર ૬૦ સે.મી. ના અંતરે ૪ લી./કલાકની ક્ષામતાના ડ્રીપર ગોઠવી એકાંતરા દિવસે (કુલ ૩૪ પિયત એટલે કે ૩ર + ર કોમન પિયત) ૧.ર કિલો પ્રતિ ચો.સે.મી.ના દબાણે બે કલાક અને ૧૦ મીનીટ ચલાવવી.

નિંદામણ અને આંતરખેડ

તલના પાકને શરૂઆતના ૪પ દિવસ નિંદામણ મુકત રાખવાથી છોડનો વિકાસ અને વૃદ્ધિ સારી થાય છે. તલનું વાવેતર કરી પ્રથમ પિયત આપ્યા બાદ તરત જ એલાકલોર ૧.પ લી./હેકટર (૬૦ મીલી ૧૦ લીટર પાણીમાં) જમીન ઉપર છંટકાવ કરવો. જરૂરત મુજબ હાથથી નિંદામણ તથા આંતરખેડ કરવી. મજૂરની અછત હોય તો તલ ઉગ્યા બાદ ૧પ દિવસે ઉભા પાકમાં કિવઝાલોફોપ ઈથાઈલ ૦.૦પ કિલો પ્રતિ હેકટર દવાનો નિંદામણ ઉપર છંટકાવ કરવો.

પાક સંરક્ષણ

ચોમાસુ તલની સરખામણીએ ઉનાળુ તલમાં રોગ અને જીવાત નહિંવત આવે છે. ખાસ કરીને ગુચ્છપર્ણનો રોગ ઉનાળુ તલમાં જોવા મળે છે. રોગની અસરવાળા પાન કીનારીથી નીચેની બાજુ ઢળી જઈ કોકડાઈ જાય છે જેથી તેને પાનનો કોકડવા પણ કહે છે. ફુલ બેસવા સમયે ફુલનુું પાનમાં રૂપાંતર થઈ જવાને કારણે પાનનો વિકૃતગુચ્છ બને છે જેથી બૈઢા બેસતા નથી. આ રોગ તડતડીયા નામની જીવાતથી ફેલાતો હોય તડતડીયાના નિયંત્રણ માટે ફોસ્ફામીડોન ૩ મી.લી. અથવા ડાયમીથોએટ ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. રોગીષ્ટ છોડને ઉપાડી નાશ કરવો.

કાપણી

તલના પાન અને બૈઢા પીળા પડવા માંડે ત્યારે સમજવું કે પાક તૈયાર થઈ ગયો છે. તલની કાપણી કરી તેના પુળા વાળી ખેતરમાં જ ઉભડા કરી તાપમાં સુકાવા દેવા. ઉભડા સુકાઈ જાય એટલે કાપડ કે પ્લાસ્ટીકના કંતાનમાં તલ ખંખેરી લેવા. આમ બે કે ત્રણ વખત તલ ખંખેરી, વ્યવસ્થીત સાફ કરી, સુકવ્યા બાદ ગે્રડીંગ કરી, ઉંદર કે જીવાંતથી નુકશાન ન થાય તેવી જગ્યાએ સંગ્રહ કરવો. સંગ્રહ કરેલ તલમાં જીવાતનો ઉપદ્રવ જણાય તો એલ્યુમીનીયમ ફોસ્ફાઈડ પ ગ્રામનું એક પાઉચ પ૦૦ કિલો તલ પ્રમાણે મુકી ફયુમીગેશન કરવું.

ઉનાળુ તલ નું ઉત્પાદન

ચોમાસુ તલની સરખામણીએ ઉનાળુ તલનું ઉત્પાદન વધુ અને સારી ગુણવત્તાવાળુ મળે છે. એક હેકટરે ૧૦૦૦ થી ૧૮૦૦ કિલો ઉનાળુ તલ ઉતરે છે. સમયસર યોગ્ય પગલા લેવામાં આવે તો આનાથી પણ વધારે ઉત્પાદન મળવાની શકયતા છે.

Krushikhoj WhatsApp Group