શનિવારથી તાપમાન વધવા લાગશે: તા.13 ને ગુરુવાર સુધીમાં 34-35 ડીગ્રીએ પહોંચવાની શકયતા

રાજકોટ તા.6
રાજકોટ-સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં રાહત છે. તાપમાન નોર્મલ આસપાસ રહે છે. પરંતુ શનિવારથી ન્યુનતમ અને મહતમ એમ બંને તાપમાનમાં વૃદ્ધિ થશે અને આવતા ગુરુવાર સુધીમાં 34-35 ડીગ્રી જેટલું થઈ જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે જણાવ્યું હતું કે કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઓછું છે. ન્યુનતમ અને મહતમ એમ બંને તાપમાન નોર્મલ નજીક રહ્યા છે. રાજકોટનું નોર્મલ ન્યુનતમ તાપમાન 14 ડીગ્રી તથા મહતમ 40 ડીગ્રી છે તેની સામે આજે ન્યુનતમ તાપમાન 11.7 ડીગ્રી હતું. અમદાવાદ-અમરેલીનું નાર્મલ ન્યુનતમ તાપમાન 13 ડીગ્રી છે જે આજે અનુક્રમે 13.4 ડીગ્રી તથા 13 ડીગ્રી હતું. આ જ રીતે ભુજમાં 13 ડીગ્રી, કેશોદમાં 12.2 ડીગ્રી તથા જુનાગઢમાં 12.2 ડીગ્રી હતું.

તેઓએ તા.7થી14 ફેબ્રુઆરીની આગાહી કરતા જણાવ્યું હતું કે આવતીકાલ સુધી તાપમાન નોર્મલ આસપાસ રહેશે.
પ્રવર્તમાન ઠંડી યથાવત રહેશે. પરંતુ શનિવારથી ન્યુનતમ તથા મહતમ એમ બંને તાપમાન ક્રમશ: વધવા લાગશે. તા.9ને રવિવારે તાપમાન નોર્મલ સ્તરે પહોંચવાની શકયતા છે. 10મીથી વધુ વધશે. 10થી13 ફેબ્રુઆરી દરમ્યાન ન્યુનતમ તાપમાન વધીને 15થી17 ડીગ્રી તથા મહતમ તાપમાન 34થી35 ડીગ્રીએ પહોંચી શકે છે.

Krushikhoj WhatsApp Group