આણંદ : 50 વર્ષ બાદ લોકોએ બાજરી ખાવાનું સદંતર ઘટાડી લીધું છે. તેથી પશુને સૂકા કે લીલા ચારા તરીકે તેના છોડ નથી. બાજરીનો 50 વર્ષમાં 5 ગણો વાવેતર વિસ્તાર ઘટી ગયો છે. માનસ વસતિ તથા પશુ વસતી 4 ગણી વધી ગઈ છે. ત્યારે બાજરી હવે માનવ અને પશુ આહાર તરીકે વિદાય લઈ રહી છે. તેવા સમયે ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ માત્ર પશુ આહાર તરીકે વાવી શકાય એવી બાજરીની નવી જાત વિકસિત કરી છે. હવે બાજરીનું વાવેતર સાવ ઘટી રહ્યું હોવાથી તે પશુઓના પોષ્ટીક ખોરાકથી વિદાય લઈ રહ્યો છે. ત્યારે બાજરાની એક એવી જાત ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ વિકસાવી છે કે જે પશુના લીલા અને સુકા ચારા તરીકે શ્રેષ્ટ છે. તે પોષ્ટીક છે. પશુઓના સુકા ઘાસચારા માટે 33 ટકા વધું ઉત્પાદન આપતી નવી જાત ગુજરાત આણંદ ઘાસચારા બાજરી 4 શોધવામાં આવી છે. ખરીફ ઋતુમાં ઘાસચારા બાજરીનું વાવેતર કરતાં વિસ્તાર માટે આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના મુખ્ય ઘાસચારા સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરેલી આ જાત છે.
લીલો ચારોઃ-
હેક્ટરે 580.8 ક્વિન્ટલ લીલા ઘાસચારાનું ઉત્પાદન કરે છે. જે લોકલ અંકુશ જાત કરતાં 17.8 ટકા વધું ઉત્પાદન આપે છે. રાષ્ટ્રીય અંદૂશ જાત જાયન્ટ બાજરા કરતાં 13.2 ટકા ઉંચું ઉત્પાદન આપે છે.
સૂકો ચારોઃ-
સૂકા ચારાનું ઉત્પાદવન હેક્ટરે 120,3 ક્વિન્ટલ મળે છે. જે લોકલ અંકુશ જાત ડીએફબી 1 કરતાં 20.4 ટકા વધું ઉત્પાદન આપે છે. રાષ્ટ્રીય અંકુશ જાત જાયન્ટ બાજરા કરતાં 13.9 ટકા વધું ઉત્પાદન આપે છે.
પ્રોટીનઃ-
આ જાતમાં ક્રુડ પ્રોટિનનું ઉત્પાદન એક હેક્ટરે 9.66 ક્વિન્ટલ છે. જે જીએફબી 1 જાત કરતાં 31.3 ટકા અને જાયન્ટ બાજરા કરતાં 33.4 ટકા વધું ગુણવત્તાનું ઉત્પાદન આપે છે. વળી શુષ્ક પદાર્થ 20.9 ટકા, ક્રુડ પ્રોટીન 7.7 ટકા, ન્યુટ્રલ ડીટરજન્ટ ફાઈબર 80.5 ટકા, ક્રુડ ફાઈબર 30.80 ટકા અને એસિડ ડીટરજન્ટ ફાઈબર 42.3 ટકા ધરાવે છે. 240.1 સેન્ટીમીટર ઊંચાઈના છોડ પર ફૂટની સંખ્યા 3.7 છે. પાનની સંખ્યા 29.5 દરેક છોડ દીઠ છે. પાન છોડનો ગુણોત્તર 0.9 છે. જે અંકુશ જાતો કરતાં વધું છે. જે પાતળું થડ અને આછાલીલા રંગના પાન છે.
ભવ્ય ભૂતકાળઃ-
આખા ગુજરાતમાં 1970માં બાજરાનું વાવેતર 21 લાખ હેક્ટરમાં થતું હતું. ત્યારે બાજરો મુખ્યત્વ ખાવામાં વપરાતો હતો. દાણાનું ઉત્પાદન 18 લાખ મેટ્રિક ટન થતો અને હેક્ટરે 800 કિલો બાજરો પાકતો હતો. 10 વર્ષ પહેલા 2010માં 6.73 લાખ હેક્ટરમાં 8.28 લાખ મેટ્રિક ટન દાણા થતાં જે સરેરાશ હેક્ટરે 1231 કિલો પેદા થતાં હતા. જેના ડાળાનો ઉપયોગ પશુના ચારા તરીકે થતો હતો. હવે સ્થિતી બદલાઈ છે. ઉનાળુ અને ખરીફ મળીને 3.91 લાખ હેક્ટરમાં બાજરી ઉગાડીને 8.92 લાખ ટન ઉત્પાદન સાથે એક હેક્ટરે સરેરાશ 2280 કિલો બાજરી 2019માં ખેડૂતો પકવી હતી. જેના સાંઠા અને પાન પશુઓને સૂકા ઘાસ માટે આપવામાં આવે છે