ખેડૂતો ઘઉંના વેચાણ માટે આગામી તા. ૩૧મી માર્ચ-૨૦૨૦ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે
રાજય સરકારે ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી જ ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ આગામી તા. ૩૧મી માર્ચ-૨૦૨૦ સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૬મી માર્ચ-૨૦૨૦ થી તા. ૩૦મી મે-૨૦૨૦ સુધી ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમના ૨૧૯ જેટલાં એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્રો તથા ગોડાઉન ખાતે લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ઘઉંની ખરીદી કરવામાં આવશે
ભારત સરકાર દ્વારા ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૧૯૨૫/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યો છે. આ નિયત કરેલ ભાવથી ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ સંબંધિત એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્ર ખાતે આગામી તા. ૩૧મી માર્ચ-૨૦૨૦ સુધી નોંધણી કરાવવાની રહેશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે.