ગાંધીનગર : ગુજરાતમાં ચિંતાજનક હદે અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પછી 2020માં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, અનાજનું ઉત્પાદન -8.58 લાખ ટન ઘટી ગયું છે. તેથી ગુજરાત હવે અન્ન ક્ષેત્રે ખાદ્ય ધરાવતો પ્રદેશ બની ગયો છે. બહારથી અનાજ આયાત કરીને ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે. 2014-15માં 77.99 લાખ ટન અનાજ પાક્યું હતું. 2015-16માં ઘટીને 64.05, 2016-17માં 74.20 અને 2017-18માં 76.61 લાખ ટન અને હવે તે 68.03 લાખ ટન પેદા થાય છે.
જે ખરેખર તો 1 કરોડ ટનથી વધું ઉત્પાદન હોવું જોઈતું હતું. આમ 32 લાખ ટન ઓછું પેદા થઈ રહ્યું છે. જે ગુજરાત માટે ગંભિર ચિંતાનો વિષય છે. આવું જ કપાસમાં કપાસનું ઉત્પાદન અગાઉ 1.10 કરોડ ગાંસડી સુધી થઈ થઈ ગયું જે પછીથી ઘટીને એક કરોડ ગાંસડી સુધી 2017-18માં થઈ ગયું હતું. જે સતત ઘટીને હવે 62.80 લાખ ગાંસડી છે. આ વર્ષે પણ એવી જ હાલત છે.
2017-18માં 61.43 લાખ ટન તેલિબિંયાનું ઉત્પાદન થયું હતું જે એકાએક ઘટીને અડધું 37.34 લાખ ટન થઈ ગયું હતું. જોકે ગુજરાતમાં ભલે અનાજ, કપાસ, તેલનું ઉત્પાદન નીચે જઈ રહ્યું હોય પણ દૂધ, માછલી, માંસ અને ઈંડાનું ઉત્પાદન દિવસે ન વધે એટલું રાત્રે વધી રહ્યું છે.