ઉંઝામાં નકલી જીરુંના કારોબારનો પર્દાફાશ હેસાણામાં ફરી એકવાર નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. મળતી જાણકારી મુજબ હેસાણાના ઊંઝાના સૂણોક નજીકથી નકલી જીરાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. વરિયાળીમાં પથ્થરનો પાવડર મિક્સ કરી ગોળની રસીમાં ભેળવી નકલી જીરું બનાવાતું હતું.આ સાથે અસલી જીરુંમાં નકલી જીરું મિક્સ કરી ઉત્તરપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં વેચાણ કરાતું હતુ. નકલી જીરુંની ફેક્ટરી પર સૌપ્રથમ ગાંધીનગર ફૂડ વિભાગની ટીમે રેડ પાડી 20 હજાર 596 કિલો નકલી જીરું સહિત 11.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .

સુણક ગામે ગોડાઉન ભાડે રાખી સુજીત પટેલ નામનો શખ્સ નકલી જીરું બનાવતો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અઘિકારીઓએ નકલી જીરુંનો જથ્થો જપ્ત કર્યો હતો.

આરોપીઓ ફેક્ટરીમાં વરિયાળી ઉપર ગોળની રસી અને મિક્સ પાવડરનો ઢોળ ચડાવી નકલી જીરું બનાવાતા હોવાની વિગતો સામે આવી છે. હાલ તો જીરુંનો જથ્થો જપ્ત કરી સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે.

નકલી જીરૂ બાબતે ગૃહિણીઓની પ્રતિક્રિયા આ બાબતે ગૃહિણીઓએ જણાવ્યું હતું કે અમે જ્યારે માર્કેટમાં જીરૂ લેવા જઈએ ત્યારે ડુપ્લીકેટ જીરૂ છે કે નહી તે ખબર નથી પડતી. તેમજ અન્ય એક ગૃહિણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહિ કરવી જોઈએ. તેમજ નકલી જીરૂ બનાવનાર સામે કડક પગલા ભરવા જોઈએ.

જેમાં ગૃહિણીઓએ નકલી જીરૂ બનાવનાર સામે કાર્યવાહિની માંગ કરી છે સરકારે ખાદ્યચીજ વસ્તુઓમાં નિયમ કડક કરવા જોઈએ અને આવા લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહિ કરવી જોઈએ.

Krushikhoj WhatsApp Group