Biparjoy Cyclone, Ambalal Patel: ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશ વાવાવાઝોડાનો ખતરો. બિપોરજોય નામના રૂપકળા નામ વાળું આ વાવાઝોડું ગુજરાતમાં વેરી શકે છે વિનાશ. ત્યારે વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં બે દિવસ સુકુ વાતાવરણ રહેશે. બીપરજોય વાવાઝોડું હાલ દરિયામાં છે. બિપોરજોય વાવાઝોડું હાલ રાજ્યના પોરબંદરથી 1060 કિમિ દૂર છે અરબી સમુદ્રમાં સર્જાનારું બિપરજોય નામનું વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તેની માહિતી હવામાન વિભાગે આપી છે.
હાલ અરબી સમુદ્રમાં આ વાવાઝોડું મજબૂત બની રહ્યું છે અને આવનારા દિવસોમાં તે અતી ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. વાવાઝોડાના પવનની ગતિ 170 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા છે ત્યારે ગુજરાતના તમામ બંદરો પર નંબર 2 સિગ્નલ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ હાલ ગોવાથી સમુદ્રમાં 900 કિમી દૂર અને મુંબઈથી સમુદ્રમાં 1 હજાર 30 કિલોમીટર દૂર છે. મહત્વનું છે કે, આ બિપોરજોય વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
વાવાઝોડાના ટ્રેક અંગે કહેવું મુશ્કેલ: અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. દરિયામાં પવનની ગતિ 70 થી 90 કિમી રહેશે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. અરબ સાગર મોટો હોવાથી વાવાઝોડાના ટ્રેક અંગે કહેવું મુશ્કેલ છે. 11 થી 14 જૂન ઓમાન તરફ ફંટાતા સમુદ્રના પવનની ગતિ 200 કિમીથી વધુ રહી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા અતિભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર, પૂર્વ, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગમાં 4 ઈંચથી વધુ વરસાદ થઈ શકે છે.
થોડા કલાકોમાં રૌદ્ર બનશે વાવાઝોડું
હવામાન વિભાગે જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડું થોડા કલાકોમાં રૌદ્ર બનશે. ગુજરાતના દરિયા કિનારે 170 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિપોરજોય વાવાઝોડું વધારે ખતરનાક બનવાની આગાહી છે. 8 જૂનથી વાવાઝોડું અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. વાવાઝોડું અત્યારે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડું ઉત્તર ભાગમાં જતા વધારે ખતરનાક બનવાની સંભવાનાઓ વ્યક્ત કરાઈ છે. 6 કલાક બાદ વાવાઝોડું આક્રામક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ છે. જેના કારણે દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડાના કારણે આજે ક્યાં કેવી અસર થશે ?
– પૂર્વ મધ્ય અરબ સમુદ્ર પર 80 થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
– પશ્ચિમ મધ્ય અને દક્ષિણપૂર્વ અરબ સમુદ્રમાં પણ પવનની ઝડપ 100 કિમીની શક્યતા
– સાંજ સુધીમાં પવનની ઝડપ 125 કિમી થવાની શક્યતા
– ઉત્તર કેરળ-કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
8 જૂને કેવી અસર થશે?
– પવનની ઝડપ 125 કિમી સુધી પહોંચવાની શક્યતા
– સાંજના સમયે પવનની ઝડપ 145 કિમી થવાની શક્યતા
– કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
9 જૂને કેવી અસર થશે?
– મધ્ય અરબી સમુદ્ર પર 155 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
– સાંજે પવનની ઝડપ 165 કિમીની થવાની શક્યતા
– દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિમી રહેવાની શક્યતા
– કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
10 જૂને કેવી અસર થશે?
– મધ્ય અરબી સમુદ્ર પર 145-155 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
– દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં 60 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન
– કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા