હાલ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલ કમોસમી વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો છે અને ત્યારબાદ હવે રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં રાજ્યમાં કાળજાળ ગરમી પડવાને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. પરંતુ આ કાળજાળ ગરમીની વચ્ચે હાલ અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી જાહેર કરી છે.

અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી દરમિયાન જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસુ 15 થી 30 જુની વચ્ચે શરૂ થવાનું છે. પરંતુ આ પહેલા રાજ્યમાં મોચા વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં આંધી વંટોળની સાથે મોટા ચક્રવાતો સર્જાવા જઈ રહ્યા છે. જેને કારણે આવતા દિવસોમાં રાજ્યમાં મહાપ્રલય જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. મે મહિનાના અંતિમ દિવસોમાં મોટા વાવાઝોડા સાથે ભયંકર વરસાદને લઈને મોટી શક્યતાઓ આપી છે.

ગ્લોબલ વોર્મિંગ ને કારણે સમગ્ર પૃથ્વી ઉપર ઋતુચક્રમાં ભારે બદલાવો જોવા મળ્યા છે. ભર ઉનાળે પણ ચોમાસા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જેને કારણે આવતા દિવસોમાં હજુ પણ આ સ્થિતિ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલે મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન જણાવ્યું છે કે તારીખ 11 થી 18 મેની વચ્ચે રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધી શકે છે.

અંબાલાલ પટેલે કરેલ આગાહી અનુસાર મે મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે તારીખ 22 23 અને 24 દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેને કારણે ખેડૂતોને વાવણી કરવામાં વિલંબ થઈ શકે છે અને ઉનાળુ પાકને ભારે માત્રામાં નુકસાની જોવા મળી શકે છે. તે વધુમાં કહે છે કે 28 મેની આજુબાજુ અરબી સમુદ્રમાં ભારે હવાનું દબાણ સક્રિય થશે. જેને પરિણામે રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વર્ષે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદનું પ્રમાણ વધ્યું છે. તો બીજી તરફ વૈશ્વિક તાપમાન પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થશે. જેને કારણે મે મહિનાના અંતિમ દિવસોમાં વાતાવરણમાં મોટાપાયે ફેરફારો જોવા મળી શકે છે.

Krushikhoj WhatsApp Group