અંબાલાલ પટેલની મોટી આગાહી : અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે રાજ્યમાં નોંધપાત્રથી નોંધપાત્ર વરસાદ થઈ શકે છે. હાલમાં ઉકળાટભર્યું તાપમાન અને ભેજવાળું વાતાવરણ વધી ગયું છે, જોકે થોડા દિવસોમાં રાહત મળી શકે છે.

અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે કે રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના છે જેના પરિણામે પાણી-બોમ્બિંગના સંજોગો સર્જાય છે. આગાહીમાં સતત ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાનો છે, જેના કારણે નદીમાં ઘોડા પૂર આવશે જુલાઈમાં ધોધમાર વરસાદ પડશે જેના પરિણામે જીવાદોરી જેવી નદીઓ અને ડેમ ઓવરફ્લો થઈ શકે છે.

વરસાદી વાતાવરણ વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.

વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે આગામી 36 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

ગુજરાતમાં વરસાદને લઈ ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે મોરબી, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ધોળકા, ધંધુકા, બોટાદ, બગોદરામાં વરસાદની સંભાવના છે.

રાજ્યના આ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 36 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વડોદરા, આણંદ, સાવલી, કરજણ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ગોધરામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે નર્મદા, તાપી નદી બે કાંઠે વહેશે તેમ અંબાલાલ પટેલે ઉમેર્યું હતું.

હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 6 તારીખથી વરસાદનું જોર વધશે. ગુરુવારથી વરસાદનો બીજો તોફાની રાઉન્ડ પ્રારંભ થવાની શક્યતા છે. નવી સિસ્ટમ સક્રિય થવાથી આવતીકાલથી મેઘરાજા રાજ્યમાં ફરી તોફાની બેટિંગ કરશે.

Krushikhoj WhatsApp Group