આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના પાવન પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી થવાની છે, પરંતુ હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન દેશના કેટલાક ભાગોમાં હવામાનમાં મોટા પલટાની આગાહી કરી છે. એક સક્રિય પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન વ્યાપક વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અનેક રાજ્યોમાં તીવ્ર પવન અને વીજળીના ચમકારા સાથે હવામાનમાં અણધાર્યો બદલાવ આવી શકે છે. જો કે, ગુજરાતમાં હાલ પૂરતી તેની અસર ઓછી જોવા મળશે, પરંતુ આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે.

માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી અનેક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી દિધી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં પડશે માવઠું!

હવામાન  નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન ને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ ની આગાહી કરી છે.

રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શકયતાઓ વર્ણાવી છે. પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શકાયાતો વર્ણાવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટાઓ પડશે.

માર્ચ મહિનાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 થી 10 માર્ચ દરમિયાન ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે માર્ચ મહિનાથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે.

આ ફેરફારને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે. આગાહી બાદ, ખેડૂતો અને સામાન્ય લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. માવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

Krushikhoj WhatsApp Group