ચોમાસાએ રાજ્યમાંથી સત્તાવાર રીતે વિદાય તો લઈ લીધી છે. જોકે, ચોમાસુ ગુજરાતના હવામાનમાંથી જવાનું નામ ન લેતુ હોય તેવુ લાગી રહ્યું છે. રાજ્યમાંથી સત્તાવાર વિદાય બાદ પણ અનેક જગ્યાએ મેઘરાજાએ પોતાનું જોર દર્શાવ્યુ છે. ત્યારે ફરી એક વખત રાજ્યના હવામાનમાં મેઘરાજા ફરી વખત એન્ટ્રી કરે તેવી આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલની આગાહી મુજબ દિવાળી દરમ્યાન રાજ્યમાં વરસાદ વરસી શકે છે. ઓડિશામાં સર્જાયેલા દાના વાવાઝોડાને કારણે ભારતના અનેક રાજ્યમાં વરસાદની શક્યતા છે. ત્યારે દાના વાવાઝોડાની અસર ગુજરાતને પણ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

દાના વાવાઝોડાની અસર ક્યાં અને કેટલી થશે ?

દાના વાવાઝોડાની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ષુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે. બંને રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે બંને રાજ્યોમાં ભારે પવન અને વરસાદને કારણે અનેક પ્રકારની મુશ્કેલી જોવા મળી રહી છે. બંને રાજ્યોમાં લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતને પણ દાના વાવાઝોડાની અસર થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો વાત ગુજરાતની કરીએ તો, દાના વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં ખાસ થઈ શકે છે. આહવા, વલસાડ, તાપી, સુરત જિલ્લા સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. જ્યારે દાના વાવાઝોડાની અસરને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

કેવુ રહેશે રાજ્યનું તાપમાન ?

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સુકૂં રહે તેવી આગાહી કરી છે. આગામી દિવસોમાં લોકોએ ફરી ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Krushikhoj WhatsApp Group