રાજ્ય સરકારનો ખેડૂતહિત લક્ષી નિર્ણય  રાજય સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા આઇ-ખેડુત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય અરજીઓ મેળવવા માટે I-khedut આઈ ખેડુત પોર્ટલ ખુલ્લુ મૂક્યું છે

ગુજરાત સરકારશ્રી દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવેલ છે. રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે તા. રર/૦૪/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. અરજી કર્યા બાદ અરજીની પ્રીંટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ/મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે.

Ikhedut portal પર વર્ષ 2023-24 માટે બાગાયત વિભાગના વીવીધ ઘટકો માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના જેવા ઘટકો માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.

     કેટલી સહાય મળવાપાત્ર અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાયસામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય ખરીદી ક્યાંથી કરવી કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરી ના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે.

સ્ટેપ બાય સ્ટેપ i Khedut Yojana પર ઓનલાઇન અરજી કરવાની રીત

વર્ષ 2023-24 માટે બાગાયત વિભાગની વીવીધ સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારા ગામના VCE નો ગ્રામ પંચાયત મા સંપર્ક કરી શકો. જો તમે જાતે ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો પણ કરી શકો છો

ખાતાદીઠ એક જ વાર યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડબેંક ખાતાની પાસબુક 7-12 અને 8 અ ની નકલ મોબાઇલ નંબર રેશનકાર્ડ

સૌ પ્રથમ Online Apply કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ ikhedut.gujarat.gov.in ઓપન કરો.

તેમા બાગાયત વિભાગની યોજનાઓ માટે વીવીધ ઘટકોનુ લીસ્ટ દેખાશે.

આ વીવીધ ઘટકો પૈકી તમે જે ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેની બધી શરતો ધ્યાનથી વાંચી લો.
ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો ઓપ્શન પર ક્લીક કરો.

તેમા સૌ પ્રથમ તમારી નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી વિગતો ભરો.

આગળના ઓપ્શનમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો સબમીટ કરો.

છેલ્લી તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીટ આપો.

હવે આ અરજીની પ્રીંટ કાઢી લો. અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા જિલ્લાના બાગાયત વિભાગની ઓફીસે જમા કરાવી દો.

I khedut Yojana 2023 Document List

Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ નીચના જેવ ડોકયુમેન્ટ જોડીને આજી જમા કરાવવાની હોય છે.

ખેડૂતની 8-અ ની નકલ
જે જમીન માટે સબસીડી યોજના નો લાભ લેવા માંગતા હોય તેની 7 નંંબર અને 12 નંબરની નકલ
આધાર કાર્ડ ની નકલ
બેંક પાસબુકની નકલ
             

Krushikhoj WhatsApp Group