બાગાયતી ખેતીના કુલ 13 ઘટકોમાં સહાય માટે હાલ આઇ – ખેડૂત પોર્ટલ ( https//ikhedut.gujarat.gov.in ) ઉપર ઓનલાઇન અરજી સ્વિકાર્ય છે . જેમાંથી 7 ઘટકોમાં અરજી કરવાની છેલ્લી તા . 8 ડિસેમ્બર છે . આ ઘટકોમાં સહાયની વાત કરીએ તે શાકભાજીની ખેતી કરવા માટે મંડપ ઉભા કરવા રૂ . 40 હજારથી રૂ . 80 હજાર સુધીની સહાય મળવાપાત્ર છે . આ ઉપરાંત છુટા ફૂલોની ખેતી માટે રૂ . 10 હજારથી રૂ . 16 હજાર સુધીની સહાય મળી શકશે. ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા બનાવવા રૂ . 50 હજાર સુધીની સહાય મળવાપાત્ર છે . સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ખરીદવા રૂ . 1 લાખ સુધીની સહાય માટે હાલ અરજી સ્વિકાર્ય છે . બાગાયતી ખેતી માટે હાઇબ્રીડ બિયારણ / પ્લાન્ટીંગ મટીરિયલ્સ માટે રૂ . 20 હજાર સુધીની સહાય મળવાપાત્ર છે. ઘનિષ્ટ ખેતીથી વાવેલ આંબા , દાડમ , જામફળ અને લીંબુની ખેતી માટે રૂ . 40 હજારથી રૂ . 50 હજાર સુધીની સહાય મળવાપાત્ર છે . આ સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવશે . આ માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે . સરકારે હવે પાકના રક્ષણ માટેના પોલી પ્રોપાઇલીન કવર ( ગોકવર ) માટે પણ સહાય આપવાની શરૂઆત કરી છે . ગ્રોકવર માટે રૂ . 12 હજારથી લઇને રૂ . 48 હજાર સુધીની સબસીડી મળવાપાત્ર છે , આ માટેની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર

Krushikhoj WhatsApp Group