કોરોના વાઇરસને પગલે સમગ્ર ગુજરાતમાં 31મી માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે છતા પણ રાજ્યમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થયો છે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના મુદ્દે હાલની સ્થિતિ તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા ઉપાયોની માહિતી આપી હતી.

રાજ્યમાં કોરોનાના પોઝિટીવ દર્દીની સંખ્યા 33 થઈ છે. ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ છતાં સ્થાનિક સ્તરે કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થયો છે. સરકારે ખુલાસો કર્યો છે કે સ્થાનિક સ્તરે સંક્રમણ શરૂ થયું છે. 4 જિલ્લાની જવાબદારી હવે 4 અધિકારીઓને સોપાઈ છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

સુરત અને ગાંધીનગરમાં વધુ 2-2 પોઝિટિવ કેસ નોંધાયાં છે. લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું શરૂ કરતાં રાજ્યમાં લોકડાઉન વચ્ચે પોલીસે કાયદાનો સહારો લીધો છે. 3 લોકો સ્થાનિક સ્તરે સંક્રમિત થયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, દરરોજ સાંજે મુખ્યમંત્રી સાથે હાઈપાવર કમિટીની બેઠક મળશે.

અત્યાર સુધીમાં 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તેની સાથે સાથે 1583 આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને 609 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

અમદાવાદમાં 13, વડોદરામાં 6, સુરતમાં 6, ગાંધીનગરમાં 6, રાજકોટ અને કચ્છમાં એક-એક કેસ નોંધાયા છે. સુરતમાં સ્થાનિક 45 વર્ષના પુરુષને પોઝિટિવ કેસ નોંધાયો. આ ઉપરાંત સાઉદી અરેબિયાથી અમદાવાદ આવેલા 58 વર્ષના પુરુષ અને 57 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પેરિસથી અમદાવાદ આવેલી 24 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો વળી 33 વર્ષના સ્થાનિક યુવાનને ઇફેક્શન લાગતા કોરોનાનો ચેપ લાગ્યો છે.

વડોદરાની 27 વર્ષની સ્થાનિક મહિલાને ઇન્ફેક્શન લાગતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાટનગરમાં 49 વર્ષના સ્થાનિક પુરુષને ઇફેક્શન લાગતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

Krushikhoj WhatsApp Group