જીરા બજારમાં છેલ્લા થોડાક સમય થી વાયદો અને હાજર ભાવ સતત ઘટી રહયા છે ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જીરામાં વધ્યા ભાવથી મણે રૂ. 3 હજાર સુધીનો ઘટાડો જોવા મળ્યો છે જીરૂની બજાર માં મંદીવાળાનું જોર વધ્યુ છે અને વાયદામાં વેચવાલી કરતા છ ટકાની મંદીની સર્કિટ લાગી હતી અને ભાવ 40 હજારની નજીક પહોંચી ગયા હતા હાલમાં પ્રતિ મણ સરેરાશ રૂ.8 હજારની સપાટીની આસપાસ જીરામાં વેપાર થઇ રહ્યો છે. ઉંઝા માર્કેટયાર્ડમાં આવકના પ્રમાણમાં લેવાલી જોવા મળતી નથી. ઉંચા ભાવના કારણે નિકાસની માંગ સાવ ઓછી છે. દિવાળીની ડિમાન્ડ પણ જેવી આશા હતી એ પ્રમાણે આવી ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
જીરૂમાં 70 હજારના ભાવની આગાહી કરનારા અત્યારે ભૂર્ગભમાં જત્તા રહ્યાં હોય એવું લાગે છે અને માં બજારો 60 હજારથી ઘટીને આજે વાયદો 40515 રૂપિયા એ વાયદો આવી ગયો આગામી દિવસોમાં તેજીવાળા કઈ રીતે પોતાનું જોર લગાવીને બજારને ટકાવવા પ્રયાસ કરે છે તેનાં પર સૌની નજર છે હાલમાં જીરાના બિયારણની ડિમાન્ડ સારી છે આથી હાજર બજારને થોડો ટેકો મળી રહ્યો છે નવી સિઝનનાં વાવેતર વધવાની સંભાવના હોવાથી હવે બજારમાં દરેક સુધારે વેચવાલી વધી જાય છે. જોકે, હજુ નવા જીરાની આવક થવાને ત્રણ થી ચાર મહિના જેટલો સમય લાગશે. આથી આ સમયગાળા દરમિયાન નિકાસ અથવા સ્થાનિક માંગ આવે તો થોડુંક બજાર ઉંચુ જઇ શકે છે એવું વેપારીઓનું અનુમાન છે.
જીરા બજારની સ્થિતિ હાલ જો અને તો વચ્ચે ચાલી રહી છે સ્ટોક ઓછો છે તો બીજા પક્ષે ડિમાન્ડ પણ ઓછી છે જો ડિમાન્ડ આવશે તો તેજી થાય એવું અનુમાન કરી રહ્યા છે બાકી બજાર છે આમાં કોઈ ના અનુમાન સાચા પડતા નથી જો અને તો ઉપર જ ચાલે છે