કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા કાળી મજૂરી કરીને પકવવામાં આવતી ખેત જણસોને લઈને જગતનો તાત પોષણક્ષમ ભાવો નહીં મળતા વ્યાપક નિરાશામાં ગરકાવ થઈ ગયો છે ચૂંટણી બાદ ભાવમાં વધારો થશે અને પૂરતા ભાવો મળશે. પણ ખેડૂતોની આશાઓ ઠગારી નીવડી અને ખાતર, બિયારણ, મજૂરી બધું મોંઘું થઈ ગયું હોય જેથી કપાસના ભાવો માત્ર રૂ. 1200 થી 1450 સુધી થઈ જતા ખેડૂતો સાચવેલા કપાસને નાછૂટકે ઓછા તો ઓછા ભાવે પણ યાર્ડમાં કે ઘર બેઠા વેચી રહ્યા છે ખેડૂતો કપાસ વેચવા મજબુર થયા કપાસે ખેડૂતો નું દિલ તોડ્યું સરકાર પર ભરોસો હતો સહકાર આપશે કપાસ ની નિશાસ થશે સારા ભાવ મળશે પણ એવું ના બન્યું ચૂંટણી પછી સતત ભાવ ઘટતાજ રહયા જો કપાસ ની નિકાસ થઇ હોત તો ભાવ સારા મળેત…

આ સપ્તાહના પ્રારંભે સોમ- મંગળવારે રૂ બજારમાં આ સિઝનનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો અને રૂ ગાંસડીના ભાવ ખાંડીએ ઘટીને રૂ. 58 હજારની નીચે પહોંચ્યા. રૂ ના પગલે કપાસના ભાવમાં પણ પ્રતિ મણ રૂ. 40 થી 60 સુધીનો ઘટાડો જોવા મળ્યો. આજે ગામડે ઘર બેઠા સરેરાશ કપાસ નો ભાવ 1350 થી 1470 ના સપાટીની વચ્ચે કપાસના ભાવ જોવા મળી રહ્યા છે.

MCX Cottoncany વાયદો મા આજે 58000 નીચે ભાવ જોવા મળ્યો હતો તેમજ NCDEX માં કપાસ એપ્રિલ 2024 ના વાયદામાં કડાકો 80 રૂપિયા નો ઘટાડો 1467 રૂપિયે બંધ આપ્યો આ ભાવ 2024 ના વાયદા નો છે

Mcx Cocudakl ખોળ વાયદા મા આજે 4% મંદી ની સર્કીટ લાગી હતી ખોળ ના ભાવ મા 107 રૂપિયા નો ઘટાડા સાથે 2482 વાયદો બંધ આપ્યો હતો

ગત સપ્તાહ દરમિયાન વૈશ્વિક બજારમાં રૂ ના ભાવમાં તેજી જોવા મળી અને ન્યુયોર્ક કોટન વાયદો 86 સેન્ટની સપાટીએ પહોંચ્યો હાલ ન્યુયોર્ક વાયદો 85 સેન્ટની સપાટીએ સ્થિરતા સાથે વેપાર થઇ રહ્યો છે. વૈશ્વિક બજારમાં તેજી સાથે સ્થિરતા જોવા મળી છે જ્યારે આપણા ભારતીય બજારમાં સતત મંદી તરફી વેપાર થઇ રહ્યો છે.

ગુજરાત ના અગલ અલગ માર્કેટ યાર્ડ માં આજે કપાસ ના ભાવ કેવા રહયા હતા એ જાણો નીચે મુજબ અલગ અલગ યાર્ડ ના ભાવ છે આ ભાવ આજ ના છે તારીખ 23/05/23

  • રાજકોટ યાર્ડ માં કપાસ નો ભાવ 1380 થી1469
  • મોરબી યાર્ડ માં કપાસ નો ભાવ 1100 થી 1400
  • ધ્રોલ યાર્ડ માં કપાસ નો ભાવ 1000 થી 1410
  • પાટણ યાર્ડ માં કપાસ નો ભાવ 1150 થી 1461
  • હળવદ યાર્ડ માં કપાસ નો ભાવ 1250 થી 1445
  • જામજોધપુર યાર્ડ માં કપાસ નો ભાવ 1100 થી 1456
  • સાવરકુંડલા યાર્ડ માં કપાસ નો ભાવ 1200 થી 1440
  • વાંકાનેર યાર્ડ માં કપાસ નો ભાવ 1100 થી 1380
  • જામનગર યાર્ડ માં કપાસ નો ભાવ 1250 થી 1445
  • ગોંડલ યાર્ડ માં કપાસ નો ભાવ 951 થી 1485
  • ભાવનગર યાર્ડ માં કપાસ નો ભાવ 1151 થી 1399
  • અમરેલી યાર્ડ માં કપાસ નો ભાવ 1000 થી 1470
  • બાબરા યાર્ડ માં કપાસ નો ભાવ 1378 થી 1482
  • મહુવા યાર્ડ માં કપાસ નો ભાવ 700 થી 1376
  • વિસનગર 1290 થી 1467
  • તળાજા 1250 થી 1425
  • હિમંતનગર 1400 થી 1485
Krushikhoj WhatsApp Group