નવી દિલ્હી : નાણાકીય વર્ષ 2020-21નું યૂનિયન બજેટ (ખાતાવહી) આજે સવારે 11 વાગ્યે રજૂ થયાનું છે. નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) બીજું યૂનિયન બજેટ (Budget 2020) રજૂ કર્યુ છે. આ બજેટમાં નાણામંત્રી સીતારમણે ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે.
ખેડૂતો માટેની મોટી જાહેરાત, બજેટમાં રજૂ કરાયેલ 16 સૂત્ર

નિર્મલા સીતારમણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે અમારી સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. સરકાર દ્વારા કૃષિ વિકાસ યોજના લાગુ કરવામાં આવી છે, પીએમ પાક વીમા યોજના હેઠળ કરોડો ખેડુતોને લાભ થયો હતો. સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. ખેડુતોના બજારો ખોલવાની જરૂર છે, જેથી તેમની આવકમાં વધારો થાય.

ખેડુતો માટે મોટી જાહેરાત કરતા નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે અમારી સરકાર ખેડૂતો માટે 16 મુદ્દાની સૂત્ર જાહેર કરે છે, જેનો લાભ ખેડુતોને મળશે.

  1. રાજ્ય સરકારો દ્વારા આધુનિક કૃષિ જમીન અધિનિયમનો અમલ.
  2. 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે એક મોટી યોજના ચલાવવામાં આવશે, જેથી ખેડૂતોને પાણીની કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.3 ખેડૂતોના પમ્પ પીએમ કુસુમ યોજના દ્વારા સોલાર પમ્પ સાથે જોડવામાં આવશે. જેમાં 20 લાખ ખેડુતો યોજના સાથે જોડાશે. આ ઉપરાંત 10 લાખ ખેડૂતોના ગ્રીડ પમ્પ પણ સોલાર સાથે જોડાશે.

4 નિર્મલા સીતારમણે કહ્યું કે, કિસાન ક્રેડિટ માટે `15 Lk Crનો લક્ષ્યાંક છે. PM Kisan Schemeના લાભાર્થીનેKisan Credit Card આપવામાં આવશે. NABARD રિફાઈનાન્સ સ્કીમનો વ્યાપ વધારીશું.

5 નિર્મલા સીતારમણે કહ્યું કે, NABARD રિફાઈનાન્સિંગમાં NBFC પણ સામેલ થશે. NABARD રી-ફાઈનાન્સીંગમાં NBFCનો પણ સમાવેશ.

6 નિર્મલા સીતારમણે કહ્યું કે, કૃષિ, સિંચાઈ માટે 2.83 લાખની ફાળવણી કરવામાં આવી છે. 2023 સુધી મત્ત્સ્ય ઉત્પાદન 2 કરોડ ટન કરવા લક્ષ્ય છે.

7 નિર્મલા સીતારમણે કહ્યું કે, 2025 સુધીમાં દૂધ ઉત્પાદન ક્ષમતા બમણી કરાશે. મત્સ્યપાલન વિસ્તાર માટે ફ્રેમવર્ક નક્કી થશે.

8 નિર્મલા સીતારમણે કહ્યું કે, કેમિકલ ફર્ટિલાઈઝર ઉપયોગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. વેરહાઉસ સ્થાપવા Viability Gap Funding અપાશે.

9 રેલ્વે દ્વારા કિસાન રેલ સ્થાપશે. સિવિલ એવિએશન દ્વારા કિસાન ઉડાન સ્થપાશે. હોર્ટીકલ્ચરથી ભારતમાં અનાજનું ઉત્પાદન વધારાશે. કૃષિ ધિરાણ માટે NABARD Re-finance Scheme.

10 નિર્મલા સીતારમણે કહ્યું કે, કેમિકલ ફર્ટિલાઈઝર ઉપયોગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. વેરહાઉસ સ્થાપવા Viability Gap Funding અપાશે.

12 ઓર્ગેનિક ખેતી દ્વારા ઓનલાઇન માર્કેટમાં વધારો કરવામાં આવશે .

13 કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2021.12 સુધી વધારવામાં આવશે. સરકાર દૂધ દ્વારા દૂધના ઉત્પાદનને બમણી કરવા માટે યોજના ચલાવશે .

14 મનમોગાની અંદર ગોચર ઉમેરવામાં આવશે . બ્લુ ઇકોનોમી દ્વારા ફિશરીઝને પ્રોત્સાહન આપવામાં આવશે.

15 દીન દયાળ યોજના અંતર્ગત ખેડૂતોને સહાયતા વધારવામાં આવશે.

16 સમુદ્ર વિસ્તારોના ખેડુતો માટે, માછલી ઉત્પાદનનું લક્ષ્યાંક 208 મિલિયન ટન, 3077 સાગર મિત્ર બનાવવામાં આવશે. દરિયાકાંઠાના યુવાનોને રોજગાર મળશે.

17 મહિલા ખેડુતો માટે ધન્ય લક્ષ્મી યોજનાની ઘોષણા કરી, જે અંતર્ગત મહિલાઓને મુખ્યત્વે બીજ સંબંધિત યોજનાઓમાં જોડવામાં આવશે.

18 સરકાર પંચાયત કક્ષાએ ખેડુતો માટે કોલ્ડ સ્ટોરેજ બનાવશે.

19 નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓને પ્રોત્સાહન મળશે. આ અંતર્ગત ખેડૂતોને 15 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Krushikhoj WhatsApp Group