જીરૂ વાયદામાં સતત તેજીની ગાડી આગળ વધી રહી છે. ચૂંટણીને કારણે ગુજરાતમાં તમામ પીઠાઓ બંધ હતા અને કોઈ જ વેપારો થયા નહોંતાં, પરંતુ વાયદા બજારો સારી હોવાથી બજારને ટેકો મળ્યો છે અને આજે બુધવારે બજાર ખુલશે અત્યારે ભાવમાં વધારો થાય તેવી શકયતાઓ છે. જીરૂની બજારમાં જો હાજર બજારો ચાલે અને નિકાસ વેપારો થાય તો બજાર મજબૂત બની શકે છે. અત્યારે થોડા-થોડા વેપારો થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. જીરૂ બેન્ચમાર્ક વાયદો રૂ.1500 વધીને રૂ.26,560 ની સપાટી પર પહોંચીને બંધ રહ્યો હતો. આજે હવે માર્કેટિંગ યાર્ડ ખુલશે જોઇએ હવે હાજર અને વાયદામાં આજે કેવી તેજી/મંદી જોવા મળે, જીરૂના વેપારીઓ કહે છે કે વાયદામાં હવે સટ્ટાકીય ચાલ જોવા મળી રહી છે, પરંતુહાલની તેજી પર કોઈને ભરોષો નથી.