📈 છેલ્લા થોડા દિવસોથી એરંડાના વાયદામાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. હાલ હાજર બજાર ભાવ ₹1250 ની સપાટીને પાર કરી ચૂક્યો છે, એરંડા ભાવ ₹1300 ની નજીક પહોંચી ગયો છે.

Monsoon Onion Ad

🌾 સિઝન અંતમાં આવક ઘટી – ભાવમાં ઉછાળો એરંડાની આવક હવે છેલ્લી તબક્કામાં ચાલી રહી છે. આવક ઘટવાથી બજારમાં માંગ વધતી જોવા મળી રહી છે અને એના કારણે ભાવમાં ઉછાળો આવવા લાગ્યો છે.

📉 છેલ્લા એક વર્ષથી એરંડામાં ₹1100-₹1200 વચ્ચે જ વેપાર થતો હતો, પણ હવે ફરી સુધારાની શરૂઆત આજે અમુક યાર્ડ માં ઉપર ના ભાવ 1300 ઉપર ભાવ પહોંચ્યા છે

ઓલ ગુજરાત ના માર્કેટિંગ યાર્ડ ના ભાવ સૌથી પહેલા ઝડપી જાણવા માટે કૃષિઉદય એપ્લિકેશન આપણા મોબાઇલ માં ડાઉનલોડ કરવા વિનંતી

🛢️ નિકાસલક્ષી પાક – દિવેલથી કમાણી એરંડું સંપૂર્ણ નિકાસ આધારિત પાક છે. તેની માગ ખાસ કરીને દિવેલ (Castor Oil) માટે ઉચ્ચ સ્તરે છે. એના કારણે આંતરરાષ્ટ્રીય બજાર પણ ભાવમાં મોટી ભૂમિકા ભજવે છે.

📍 ગુજરાત વિશ્વમાં નંબર 1 ઉત્પાદક ગુજરાત રાજ્ય એરંડા ઉત્પાદનમાં વિશ્વભરમાં પ્રથમ ક્રમે છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને કચ્છ જીલ્લામાં મોટા પ્રમાણમાં એનું વાવેતર થાય છે – ઓછા પાણી અને ઓછી ખર્ચવાળો પાક હોવાથી ખેડૂતો માટે નફાકારક.

એરંડાનું વાવેતર સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટ દરમ્યાન થાય છે.

Krushikhoj WhatsApp Group