રાજકોટ જીરૂમાં તેજી મામલે કેન્દ્રીય એજન્સીએ મોટા ગજાના બ્રોકર ઉપર સેબીના દરોડા મુંબઇ, ઉંઝા સાથે હરીફાઈ કરી રાજકોટના બ્રોકરએ રાષ્ટ્રીય લેવલ કાઠું કાઢ્યું તે નડી ગયાની ભારે ચર્ચા

રાજકોટ એપીએમસી એટલે કે યાર્ડના કોમોડીટીના બહુ મોટા બ્રોકરને ત્યાં હોર્સ ટ્રેડીંગ – ડબ્બા ટ્રેડીંગમાં જીરૂમાં ઇનસાઇડર અને અકુદરતી તેજી સંદર્ભે – ભાવો આસમાને લઇ જવા સબબ સેબીની દિલ્હી – મુંબઇ ખાતેની ટીમોએ આજ સવારથી દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે,

વિશેષમાં બજારના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર રૈયા ચોકડીથી સિનર્જી સર્કલ તરફ જતા રસ્તે આવેલા ટાઇમ સ્કવેર કોમ્પ્લેક્સમાં ક્રિષ્ના કેન્વાસિંગ નામે પેઢીની ઓફિસ ધરાવતા અને નાનામવા ચોકડી પાસેના સિલ્વર હાઇટ્સમાં નિવાસ સ્થાન ધરાવતા ભરત દાસાણી નામના બ્રોકરની ઓફિસમાં ગત સાંજે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેવી ભારે ચર્ચા બજાર માં ચાલે છે આ દરમિયાન ટોચના બ્રોકર સૂત્રોના કહેવા મુજબ અન્ય કોઇ એક્ષપોર્ટના વેપારી તથા અન્ય મોટા બ્રોકર કે ટ્રેડર્સને ત્યાં પણ સેબીની તપાસ ચાલી રહી છે. આ અંગે સત્તાવાર કોઇ વિગતો પ્રાપ્ત બની નથી, આમ છતાં વિગતો મેળવાઇ રહી છે.

માંર્કેટ યાર્ડ, દાણાપીઠ, પરાબજાર અને સટ્ટાબજારમાં સોંપો પડી ગયો અમૂકે આજે કારોબાર જ બંધ રાખ્યો

જીરૂના ભાવ રૂ 4500 થી 8000 ને પાર પહોંચાડવામાં સટ્ટાબાજોની સિન્ડિકેટ સક્રિય થયાની શંકને પગલે સેબી સહિતની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરાયાની ચર્ચા: અનેક વેપારીઓ અને દલાલોના મોબાઇલ સ્વીચ ઓફ: બજારમાં ફફડાટ, ટૂંક સમયમાં અનેકને પૂછપરછ માટે તેડુ આવશે ?

સૂત્રોએ ઉમેર્યું હતું કે જીરૂના સતત વધતા જતા ભાવ કૃત્રિમ રીતે વધી રહ્યા હોવાની શંકા હતી તો પહેલેથી જ હતી અને તેમાં મુંબઈ, રાજસ્થાન તેમજ ઉંઝા ઉપરાંત રાજકોટના સટ્ટાબાજો સક્રિય હોવાનું મનાઇ રહ્યું હતું.

સટ્ટાબાજો વચ્ચેની આંતરિક હરીફાઈમાં મુંબઈ અને ઊંઝાને પાછળ રાખી રાજકોટના બ્રોકર આગળ નીકળી જતા આ બાબત હરીફોને ખૂંચી હતી. સટ્ટા બાજીના કારણે ઊંઝાના અમુક વેપારીઓને ભારે નુકસાન ગયાની પણ ચર્ચા છે. દરમિયાન કોઈએ આ મામલે સેબી જેવી મોનીટરીંગ ઓથોરિટી સમી કેન્દ્રીય એજન્સીઓમાં ફરિયાદ કરતા ઇનપુટના આધારે તપાસનો ધમધમાટ ચલાવ્યા બાદ ગત સાંજે કેન્દ્રીય એજન્સીની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને ઉપરોક્ત બ્રોકરની ઓફિસે દરોડા કાર્યવાહી હાથ ધરતા બજારમાં સોંપો પડી ગયો હતો.

તપાસ દરમિયાન અનેક દસ્તાવેજો, લેપટોપ સહિતના અમુક ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ પણ જપ્ત કર્યા હોવાનું મનાય રહ્યું છે જે ખુલ્યેથી તપાસમાં વધુ નવા ધડાકા ભડાકા થાય તો નવાઇ નથી મુંબઇ, ઉંઝા સાથે હરીફાઈ કરી રાજકોટના બ્રોકરએ રાષ્ટ્રીય લેવલ કાઠું કાઢ્યું તે નડી ગયાની ભારે ચર્ચા

વેપારી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ ગત સાંજે ૭-૩૦ કલાકે કેન્દ્રીય એજન્સી રાજકોટ આવી પહોંચી હતી અને રાતભર તપાસ ચાલી હોવાનું ત્યારબાદ આજે બપોરે ટીમ રવાના થયાનું જાણવા મળે છે. ચર્ચાતી વિગતો મુજબ એજન્સીએ સ્થાનિક પોલીસનો પણ સંપર્ક કર્યો હતો ! જો કે આ મામલે કોઇ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. બજારમાં એવી પણ ચર્ચા છે કે સીઆઇડીની ટીમ પણ તપાસ માટે આવી હતી પરંતુ તે બાબતને કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી.

બ્રોકર સાથે સંકળાયેલા યાર્ડના તમામ વેપારીઓ-દલાલોના ફોન સ્વીચ ઓફ

જીરૂમાં તેજી મામલે કેન્દ્રીય એજન્સીએ દરોડા કાર્યવાહી કરતા ઉપરોક્ત બ્રોકર સાથે યાર્ડના તમામ વેપારીઓ અને દલાલોએ પોતાને ત્યાં પણ કાર્યવાહી થવાની ભીતિએ પોતાના મોબાઇલ ફોન સ્વીચ કરી નાખ્યા હોવાનું જાણવા મળે છે. આમ છતાં આગામી દિવસોમાં વધુ અમુક લોકો ઉપર કાર્યવાહી તોળાઈ રહયાના નિર્દેશો મળી રહ્યા છે કારણ કે કોઈ એક વ્યક્તિ ઉપર દરોડા કાર્યવાહી થાય ત્યારબાદ તેની સાથે સંકળાયેલાઓ ઉપર પણ કાર્યવાહી થયા વિના રહે નહીં.

Krushikhoj WhatsApp Group