સરકાર દ્વારા સી.સી.આઈ. મારફતે થતી કપાસની ટેકાના ભાવે ખરીદીમાં મોટા ભાગના ખેડૂતોનો કપાસ ગુણવત્તા માપદંડોમાં ફેલ થતા રીજેક્ટ કરવામાં આવે છે જેથી મોટાભાગના ખેડૂતો પોતાનો‌ માલ ન વેચાતાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જેથી સી.સી.આઈ. દ્વારા ટેકાના ભાવે થતી કપાસની ખરીદીમાં નક્કી કરાયેલ ગુણવત્તા માપદંડોમાં જરૂરી સુધારા કરી ઓછી ગુણવત્તા વાળા કપાસની પણ એમ.એસ.પી. નક્કી કરી ખેડૂતોના કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો મા ઉઠી છે

Monsoon Onion Ad

કપાસના ખેડૂતોની દશા છાપે છંછુદર ગળ્યા જેવી થઇ છે. એક તરફ સરકારી ખરીદી ગોકળગાય ગતિએ ચાલી રહી છે અને જ્યાં ખરીદી થાય ત્યાં સેટીંગવાળાનો જ વારો આવે છે. બીજી તરફ કોરોનાના ભય હેઠળ જીનો ચાલુ થતી નથી અને કપાસ ખરીદાતો નથી એટલે ભાવ પણ વધતાં નથી. આજે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે કપાસની આવક લગભગ ૩૦ થી ૩૨ હજાર ગાંસડીના રૂ જેટલી હતી.

દેશમાં કપાસના ભાવ નીચામાં રૂા.૬૦૦ અને ઊંચામાં રૂા.૯૪૦ હતા. સૌરાષ્ટ્રના કપાસના વેપાર રાબેતા મુજબ થયા હતા અને કપાસના ભાવ ટકેલા. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ સારા કપાસના રૂા. ૯૩૫ થી ૯૪૦ (ટકેલા) ગામડે બેઠા કપાસના રૂા. ૮૦૦ થી ૯૨૫માં આજે વેપાર થાય છે

આ બાબતે વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, વાંકાનેર APMC ચેરમેન શકીલ પીરઝાદા, તેમજ અન્ય આગેવાનો દ્વારા વાંકાનેર મામલતદાર શ્રી મારફતે મોરબી કલેકટરશ્રીને લેખીત રજુઆત કરી માંગ કરી છે કે વાંકાનેર સી.સી.આઈ. કેન્દ્ર ખાતે મોટાભાગના ખેડૂતોનો કપાસ નક્કી કરેલ ગુણવત્તા-માપદંડ પ્રમાણે રીજેક્ટ થઇ રહ્યો છે અને હાલ કપાસનો બજાર ભાવ પણ ટેકાના ભાવથી ખૂબ નીચો હોય મોટા ભાગના ખેડૂતો પોતાનો કપાસ બજારોમાં વેચી શકતા નથી અને સરકાર પણ સી.સી.આઈ. મારફતે તેમનો કપાસ ખરીદતી નથી. જેના કારણે હાલ લોકડાઉનના કપરા સમયમાં વાંકાનેર વિસ્તારના ખેડૂતો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે….

Krushikhoj WhatsApp Group