કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ચિંતા,  કાળી મજૂરી કરીને પકવવામાં આવતી ખેત જણસોને લઈને જગતનો તાત પોષણક્ષમ ભાવો નહીં મળતા વ્યાપક નિરાશામાં ગરકાવ થઈ ગયો છે

કપાસ ના ભાવ માં વધારો થશે પૂરતા ભાવો મળશે એવી ખેડૂતો ને સિઝન ની શરુઆત થી જ આશાઓ હતી પણ ખેડૂતોની આશાઓ ઠગારી નીવડી હાલમાં  ખાતર, બિયારણ, મજૂરી બધું મોંઘું થઈ ગયું હોય જેથી કપાસના ભાવો માત્ર રૂ. 1200 થી 1450 સુધી થઈ જતા ખેડૂતો સાચવેલા કપાસને નાછૂટકે ઓછા તો ઓછા ભાવે પણ યાર્ડમાં કે ઘર બેઠા વેચી રહ્યા છે ખેડૂતો કપાસ વેચવા મજબુર થયા કપાસે ખેડૂતો નું દિલ તોડ્યું ખેડૂતો ને વિશ્વાસ હતો કે ભાવ વધશે પણ એવું બન્યું નથી સતત કપાસ ના ભાવ ઘટતા જ ગયા પણ હવે શું થશે એ પણ મોટી મુંજવણ છે.

ગત સપ્તાહ દરમિયાન વરસાદ અને વાવાઝોડાની સ્થિતિના કારણે રાજ્યભરના યાર્ડોમાં કપાસની આવકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જોકે, આ સપ્તાહ દરમિયાન રાજ્યભરના મુખ્ય યાર્ડોમાં કપાસની આવકો નોંધપાત્ર રીતે આવક વધી હતી જેવી વેચવાલી વધુ આવે છે એટલે ભાવ ઘટી જાય છે કપાસ મા સ્થાનિક કે વૈશ્વિક એકેય બજાર ભાવ ને તેજી માટે સારો સપોર્ટ કરતું નથી કયને કય નેગેટિવ સમાચાર આવી જાય છે એટલે પાછા ભાવ ઘટી જાય છે.

રૂ ની પાછળ કપાસની બજારમાં ગઈ કાલે શનિવારે વધુ રૂ. 25 થી 30 નો ઘટાડો આવ્યો હતો. વૈશ્વિક રૂ ની બજારો તુટી હોવાથી ભારતીય બજારમાં પણ રૂ નાં ભાવ ગગડ્યાં હોવાથી કપાસ પણ તુટી ગયો હતો. કપાસનાં ભાવ હવે સારા માલમાં સરેરાશ 1200 રૂ.1450 જેવા બોલાવા લાગ્યાં છે. આગામી દિવસોમા ભાવ હજી થોડા દબાય શકે છે. વાવેતરનાં અહેવાલો પણ સારા આવી રહ્યાં હોવાથી તેની પણ અસર જોવા મળે એવી શક્યતાઓ

આંતરરાષ્ટ્રીય કપાસ વાયદામાં મંદી સ્થાનીક બજાર માં રૂ ની ગાંસડી કડાકો જેથી કપાસ ના ભાવ ઘટવા લાગ્યા ન્યુયોર્ક કોટન વાયદામાં કડાકો છેલ્લા સપ્તાહ થી ન્યુયોર્ક કોટન વાયદામાં મંદી સાથે વેપાર થઇ રહ્યો છે. શુક્રવારે કોટન વાયદો 78.60 સેન્ટ બંધ આવ્યો હતો ચાર્ટ મુજબ એક વર્ષ મા આ ન્યુયોર્ક કોટન વાયદો 45 % ઘટ્યો આપ ચાર્ટ મા પણ જોય શકો છે

આ કારણે MCX કોટન વાયદામાં પણ ઘટાડા સાથે વેપાર થયો. વાયદા બજારના ઘટાડાની અસર કપાસના હાજર બજાર ઉપર પણ જોવા મળી હતી MCX Cottoncany જૂન વાયદો  55400 રૂપિયા ભાવે બંધ ભાવ આપ્યો છે તેમજ NCDEX માં કપાસ એપ્રિલ 2024 નો વાયદો 1488 રૂપિયે બંધ આપ્યો આ ભાવ 2024 ના વાયદા નો છે

રૂ ના ભાવ હાલ નીચા હોવાથી મલ્ટીનેશનલ કંપનીઓની રૂ ખરીદી સતત ચાલુ કરી છે એવી હાલ માહિતી મળી રહી છે જો કે કોટનયાર્નની ડીમાન્ડમાં હજુ કોઇ વધારો થયી નથી જેને કારણે સ્પીનીંગ મિલોની રૂ ખરીદી લાંબા સમયથી ધીમી છે જો કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતીય યાર્નના ભાવ નીચા હોઇ આગામી દિવસોમાં કોટનયાર્નની ડીમાન્ડ પણ નીકળવાની ધારણા છે.

દેશમાં રૂ ની આવક અગાઉ કરતાં ઘટી છે અને મલ્ટીનેશનલ કંપનીઓની ખરીદીની સપોર્ટ હોઇ હાલના રૂના ભાવ બોટમ ગણી શકાય. તેનાથી વધુ ઘટાડાની હાલ શક્યતા દેખાતી નથી પછી તો આ બજાર છે આના કોઈ ભરોસા ના હોય શુ થાય તે બાબત

ચોમાસાનો પ્રારંભ નબળો રહેશે તો સ્પીનીંગ મિલોની ખરીદી વધુ માં વધુ વધશે તો રૂના ભાવ વધે એવી શક્યતાઓ છે

જુન એન્ડીંગ મહિનામાં રોજિંદી ૭૦ થી ૭૫ હજાર ગાંસડીની આવક હોવી મોટી વાત છે. અગાઉ ક્યારેય જુન મહિનામાં રૂ ની આટલી આવક જોવા મળી નથી. દેશના ખેડૂતોના ધરમાં હજુ ૫૦ લાખ આસપાસ ગાંસડીનો કપાસ પડયો હોવાનો અંદાજ છે નીષ્ણાતો માની રહયા છે

ગુજરાત ના અગલ અલગ માર્કેટ યાર્ડમાં કપાસ ના ભાવ કેવા રહયા હતા એ જાણો નીચે મુજબ અલગ અલગ યાર્ડ ના ભાવ છે આ ભાવ ગઇકાલ શનિવાર ના છે તારીખ 24/06/23

  • રાજકોટ યાર્ડ માં કપાસ નો ભાવ 1400 થી 1470
  • મોરબી યાર્ડ માં કપાસ નો ભાવ 1246 થી 1535
  • ધ્રોલ યાર્ડ માં કપાસ નો ભાવ 1160 થી 1428
  • પાટણ યાર્ડ માં કપાસ નો ભાવ 1100 થી 1451
  • હળવદ યાર્ડ માં કપાસ નો ભાવ 1200 થી 1465
  • જામજોધપુર યાર્ડ માં કપાસ નો ભાવ 1300 થી 1451
  • સાવરકુંડલા યાર્ડ માં કપાસ નો ભાવ 1250 થી 1421
  • વાંકાનેર યાર્ડ માં કપાસ નો ભાવ 1250 થી 1420
  • જામનગર યાર્ડ માં કપાસ નો ભાવ 1300 થી 1450
  • ગોંડલ યાર્ડ માં કપાસ નો ભાવ 10001 થી 1461
  • ભાવનગર યાર્ડ માં કપાસ નો ભાવ 1250 થી 1428
  • અમરેલી યાર્ડ માં કપાસ નો ભાવ 980 થી 1460
  • બાબરા યાર્ડ માં કપાસ નો ભાવ 1410 થી 1472
  • મહુવા યાર્ડ માં કપાસ નો ભાવ 1104 થી 1384
Krushikhoj WhatsApp Group