ભારત સરકારે વિદેશમાંથી થતી રૂ (Cotton) આયાત ઉપરની ડ્યુટી 31 ડિસેમ્બર 2025 સુધી રદ કરી છે.
આ નિર્ણયને કારણે આવતા ચાર મહિનામાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલમાંથી રૂની આયાતમાં વધારો થવાની શક્યતા છે.
આયાત ડ્યુટી હટતા જ સ્થાનિક બજારમાં રૂ ગાંસડીના ભાવ પર દબાણ આવ્યું છે. હાલ રૂ ગાંસડીના ખાંડીએ ભાવ ₹55,100 પ્રતિ કાંડી સુધી પહોંચી ગયા છે. માત્ર છેલ્લા બે સપ્તાહમાં જ રૂના ભાવમાં આશરે ₹1,700નો ઘટાડો નોંધાયો છે.
➡️ આજે તા. 03-09-2025 ના ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ આ પ્રમાણે રહ્યા:
🏬 સાવરકુંડલા ➝ ₹1450 – ₹1570
🏬 જામજોધપુર ➝ ₹1201 – ₹1521
🏬 જામનગર ➝ ₹600 – ₹1951
🏬 જેતપુર ➝ ₹750 – ₹1546
🏬 અમરેલી ➝ ₹966 – ₹1585
🏬 કાલાવાડ ➝ ₹1300 – ₹1430
🏬 જસદણ ➝ ₹1400 – ₹1550
🏬 ગોંડલ ➝ ₹1111 – ₹1546
🏬 હળવદ ➝ ₹1000 – ₹1328
🏬 ભેસાણ ➝ ₹1000 – ₹1630
🏬 રાજકોટ ➝ ₹1400 – ₹1578
🏬 બગસરા ➝ ₹950 – ₹1450
🏬 બાબરા ➝ ₹1490 – ₹1600
📉 ખેડૂતો અને વેપારીઓનું માનવું છે કે રૂની આયાતમાં વધારો થવાથી આગામી દિવસોમાં કપાસના સ્થાનિક ભાવ પર વધુ અસર પડી શકે છે.
