જીરૂ એ કરાવ્યા કરાવ્યા જલસા જીરુના ઐતિહાસિક ભાવ મળતા ખેડુતો ખુશખુશાલ જીરા નો ભાવ અનેક માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ મણ 8000 થી વધુ ભાવ બોલાયા
ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ધરતીપુત્રો ખુશખુશાલ મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સારી તેજી જોવા મળતા ખેડૂતો અને વેપારીઓ ખુશખુશાલનો માહોલ જોવા મળ્યા છે. માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા મોટી સંખ્યામાં લોકો જીરૂ વેચવા આવી રહ્યા છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના લોકો પણ જીરુનું વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતા હોય છે.
ચાલુ વર્ષે 20 કિલો જીરાનો ભાવ રૂપિયા 8 હજાર કરતા વધુ હોવાથી ખેડૂતોમાં ખુશીનો કોઈ પાર નથી જીરુના ભાવ સારા મળતા ખેડૂતોમાં હર્ષની હેલી ઉંઝા માર્કેટ યાર્ડ મા આજે 6000 થી 9000 શુધી ભાવ બોલ્યો હતો
જીરૂ NCDEX વાયદા બજાર મા આગઝરતી તેજી આજે જીરૂ ના વાયદા માં 2225 રૂપિયા ની તેજી જીરૂ વાયદો માં 6 % તેજી ની ઉપર સર્કિટ વાયદો 39350 એ પહોંચ્યો
આજે 10 એપ્રિલ જીરાની જેબેલ અલી પોર્ટ દુબઈ પર Export Price $ 5150 5175 ડોલર પ્રતિ ટન CIF 99% સિંગાપોર ગુણવત્તા છે
ડેઇલી માર્કેટયાર્ડ ના બજાર ભાવ જાણવા માટે અમારા Whatsapp ગ્રુપ માં જોડાવા માટે નીચે આપેલ લિંક 🔗 ઉપર ક્લિક કરો 👇👇 ગ્રુપ જોઇન કરશો https://chat.whatsapp.com/J4PdvSCGlCf5BErXfu1PCe બજારભાવ તેમજ ખેતી જગતને લાગતી માહિતી વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવાનો અમારો નાનકડો પ્રયાસ… ખેતી સમ્રુદ્ધ તો ગામડા સમ્રુદ્ધ 💪 જય જવાન, જય કિસાન, જય હિન્દ
કમોસમી વરસાદના કારણે જીરુ તેમજ અન્ય મસાલાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ ખાબક્તા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેના કારણે જીરાના ભાવમાં વધારો થયો છે. વેપારીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ જીરુ, વરિયાળી, ઈસબગુલ વગેરેમાં ભાવનો વધારો થવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જીરાના પાકનું ઓછુ ઉત્પાદન થયુ છે. જેથી ગુણવત્તાવાળા પાકના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં મહેસાણાની આજુબાજુના વિસ્તારો તેમજ અન્ય રાજ્યના ખેડૂતો અને વેપારીઓ પણ જીરુ તેમજ અન્ય મસાલાનું ખરીદ- વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતા હોય છે.
જીરા એ જગતના તાત ને કરાવ્યા જલસા.. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં આજે જીરા ના પાકના હાઈએસ્ટ ભાવ મળ્યા હતા 20 કિલો જીરૂના ભાવ 9000 હજાર રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા જે અત્યાર સુધીના સર્વોચ્ચ ભાવ હોવાનું ખેતી નિષ્ણાંતો માની રહ્યા છે… માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે દૂરથી દૂરથી ખેડૂતો પોતાનો જીરાનો પાક લઈને પહોંચ્યા હતા.. ઊંચામાં ઊંચા જીરુના પાકના 20 કિલોના ભાવ 9000 હજાર રૂપિયા સુધી બોલાયા હતા જે ભાવ ખેડૂતોએ પણ ધાર્યા ન હતા જીરા એ જગતના ના તાત ને ખુશ કરી નાખ્યા