વૈશ્વિક સ્તરે રૂ બજારમાં તેજી સાથે વેપાર થઇ રહ્યો હોવા છતાં ભારતના રૂ બજારમાં મંદીનો માહોલ છવાયો છે. રૂ ગાંસડીના ભાવ ઘટીને રૂ. 59 હજારની સપાટીની નજીક પહોંચી ગયા છે. જોકે, છેલ્લા એક સપ્તાહમાં રૂ ના ભાવ સતત ઘટાડા નોંધાઇ રહ્યો છે.
રાજ્યભરમાં કપાસનો પાક વાવનાર ખેડૂતોને પોતે વાવેલા કપાસના ભાવો સારા મળશે એવી આશા રહી હતી. પરંતુ કપાસમાં એકાએક મંદીના માહોલથી જગતાત ચિંતામાં મૂકાઈ ગયો છે આજે સુધરશે કાલે ભાવ સારા થશે એવી આશા પણ પણ કપાસ ની સિઝન શરૂ થઈ ત્યાર થી સતત ઘટતોજ ગયો…. આજે MCX CottonCndy કોટન જૂન વાયદામાં 1860 રૂપિયા ના મોટા ઘટાડા સાથે વાયદો આજે 59100 બંધ આપ્યો હતો તેમજ NCDEX કપાસીયા ખોળ વાયદામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો હતો
ન્યુયોર્ક કોટન વાયદામાં એક સપ્તાહ થી તેજી કરી રહ્યો છે વૈશ્વિક રૂ બજારના સૌથી મહત્વના બેંચમાર્ક ગણાતા ન્યુયોર્ક કોટન વાયદામાં સતત તેજી સાથે વેપાર થઇ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ન્યુયોર્ક કોટન વાયદામાં 7 ટકાનો વધારો નોંધાયો છે અને વાયદામાં 87 સેન્ટની સપાટીએ વેપાર થઇ રહ્યો છે. વૈશ્વિક રૂ બજારમાં તેજી હોવા છતાં ભારતીય રૂ બજારમાં મંદી સાથે વેપાર થયો છે. MCX કોટન વાયદામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન નોંધપાત્ર ઘટાડા સાથે વેપાર થયો છે. આ સાથે કપાસના ભાવમાં પણ દૈનિક ધોરણે ઘટાડો થઇ રહ્યો છે તેથી ખેડૂતો મા ચિંતા