ડુંગળીએ તો રાંઢવા લેવડાવ્યા! ભાવ તૂટતાં ખેડૂતો મુશ્કેલીમાં

કાંદાનો મબલક પાક ઊતર્યો ભાવ તૂટ્યા ડુંગળી પકવવામાં ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, ઘોઘા, પાલીતાણા તાલુકા અવ્વલ નંખરે આવે છે. મબલક ઉત્પાદનને લીધે ડુંગળી બહારના રાજ્યોમાં ખૂબ મોકલાય છે અને ડિહાઈડ્રેશનના પ્લાન્ટસ પણ મોટી સંખ્યામાં છે. જોકે આ વર્ષે બન્ને ક્ષેત્ર માગનો અભાવ હોવાને લીધે ડુંગળીના કિસાનોની હાલત પતલી થઇ ગઇ છે. ભાવનગર અને મહુવા બન્ને યાર્ડોમાં રોજ ૭૦-૮૦ હજાર ગુણીનો વેપાર થાય છે છતાં માલ પડતર રહે છે. બન્ને પાર્ડ ડુંગળીથી છલકાઇ ગયા છે. આવી જ સ્થિતિ રાજકોટ અને ગોંડલ યાર્ડ ની પણ છે

ડુંગળીના ખેડૂતોને પોસાણક્ષમ ભાવ નહીં મળના હોવાનો કકળાટ સમગ્ર પંથકમાં સંભળાય છે. ડુંગળીના ભાવ પાછલા મહિનામાં મણે રૂ.૩૦૦ હતા તેના અત્યારે રૂ. ૨૦૦ થઈ જતા ખેડૂતો ચિંતામાં મૂકાય ગયા છે. નબળા માલ તો રૂ. ૮૦ થી ૧૨૫ માં વેચાય છે. વેપારીઓ પરપ્રાંતમાં ડુંગળી મોકલે અને ત્યાં પહોંચે એ ગાળામાં ભાવ ઘટી જાય છે એટલે વેપારીઓ પણ ડુંગળીને હાથ લગાડતા ડરે છે.

તળાજા વાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઇ ગઇ છે આવકમાં સતત વધારો થઇ રહ્યો હોવા થી યાર્ડમાં પ્રવેશબંધી કરવી પડે છે. માગ કરતા પુરવઠો વધારે છે અને જાવક થઈ શકતી નથી એટલે મંદી છે. સફેદ ડુંગળીના ભાવ ૧ જાન્યુ. ના રોજ રૂ.૧૪૨ થી ૨૩૯ હતા. એ સોમવારે રૂ. ૬૦ થી ૧૩૦ રહ્યો હતો. યાર્ડ ના સૂત્રોએ જણાવ્યા મુજબ, ડુંગળીનું દિવાળી બાદ ખૂબ વાવેતર થયું હતુ અને એકસાથે આવક પણ થવા લાગી છે એવામાં માગ નહીં આવતા મુશ્કેલી પડી રહી છે. તાજી ડુંગળી પરપ્રાંતમાં દિલ્હી, બિહાર અને પંજાબ તરફ જતી હતી પણ અત્યારે રવાનગી સાવ પાતળી છે. વેપારીઓને પણ નાણા ખોવાનો વખત આવે છે. આ વખતે ડુંગળીના ઉતારા સારા છે અને ખપત નબળી છે. મહુવાના ડિહાઈડ્રેશન પ્લાન્ટો ધમધમે છે પણ આવી ડુંગળીનો જથ્થો ખૂબ જમા થઇ ગયો છે. ગલ્ફ ઉપરાંત રશિયા અને અમેરિકા પણ ડુંગળીના ડિહાઇડ્રેશનની માગ સાવ પાતળી છે.

તળાજા યાર્ડ ના ખેડૂત પેનલમાંથી ચૂંટાયેલા ખેડૂત આગેવાન હરજી ધાંધલીયા કહે છે, ખેડૂતોને ડુંગળીમાં વ્યાપક નુક્સાની જઇ રહી છે એની ભરપાઇ સરકારે કરવી જોઇએ. વેચાણ ભાવ અને પડતર વચ્ચે ભાવફેરની રકમ સરકારે ખેડૂતોના ખાતામાં ચૂકવવી જોઇએ.

Krushikhoj WhatsApp Group