ખેતીવાડીના 39 અને બાગાયતના 85 એમ કુલ 124 ઘટકો ઉપર સહાય મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરવાની છેલ્લી તા. 30 એપ્રિલ છે.

Monsoon Onion Ad

આઈ-ખેડુત પાર્ટલ ની અરજી તેમજ સચોટ માહિતી માટે અહીં ક્લિક કરો

ગત તા.1 માર્ચથી આ ઘટકોમાં સહાય માટે ઓનલાઇન અરજી સ્વિકારવામાં આવી રહી છે. જોકે, છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી લોકડાઉન હોવાથી ખેડૂતો ઓનલાઇન અરજી કરી શક્યા નથી. મોટા ભાગના ખેડૂતો પોતાના ગામના કે તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટર પાસે અરજી કરાવતા હોય છે. લોકડાઉનની સ્થિતિમાં આ રીતે અરજી કરવી ખેડૂતો માટે શક્ય નથી. આ ઉપરાંત અરજીની પ્રિન્ટ કચેરીમાં પણ જમા કરાવવાની હોય છે. આથી મોટાભાગના ખેડૂતો લોકડાઉન દરમિયાન અરજી કરી શકયા નથી. આથી આઇ-ખેડૂત ઉપરઆ 124 ઘટકોમાં સહાય માટે અરજી કરવાની મુદતમાં વધારો થાય એવી ખેડૂતો માંગ ઉઠી છે

Krushikhoj WhatsApp Group