25 વર્ષમાં સૌથી ખરાબ હાલત ભાવ વધવાની આશા સામે 30% કપાસ પડયો રહ્યો 80 લાખ ગાંસડી એક્સપોર્ટ થવાના અંદાઝ સામે 20 લાખ થઈ
સ્થાનિકથી લઇ વૈશ્વિકમંદી, કોરોના અને રશિયા યુક્રેઈન યુદ્ધ જેવી અનેક બાબતોએ જીનિંગ ઉદ્યોગને મોટો ફટકો આપ્યો છે રાજ્યભરમાં આખુ વર્ષ જિનિંગ ફેકટરીઓ ખૂબ ઓછી ચાલી છે. ડિસપેરિટી પડતા હાલ મરણ પથારીએ આ ઉદ્યોગ પડ્યો છે.
સૌરાષ્ટ્ર જીનિંગ એસો.ના સભ્ય મધુભાઈ ભાદરકાના શબ્દોમા કહીએ તો છેલ્લા 25 વર્ષમાં કદી ન જોયેલી મંદી જિનિંગ ઉદ્યોગમા ચાલી રહી છે. માત્ર જિનિંગ મિલોજ નહિ સ્પીનીંગ મિલો પણ આખું વર્ષ કમાણી કરી નથી. સતત ડિસપેરિટીના કારણે જિનિંગ ઉદ્યોગકારો જેઓએ બેંકમાંથી કરજો લઈ ને મિલ ચલાવી છે તેવા ઉદ્યોગકારો તો દેવાના ડુંગર તળે આવી ગયા છે. જ્યારે કપાસ આવકની ધૂમ સિઝન કહેવાય ત્યારે અને આજેપણ સરકાર ના ભાવ બાંધણા કરતાંય વેપારીઓ ભાવ વધુ આપવા છતાંય વધુ ભાવ મળશે. બે હજાર રૂપિયા ભાવ થશે. તેવી આશાએ અને કેટલાંક વાયરલ મેસેજ ના કારણે ખેડૂતોએ કપાસ ન વેંચતા હાલ ત્રીસેક ટકા ખેડુત પાસે હજુ કપાસ પડ્યોછે. તેની સામે પેરેટી ન પડતા જીનિંગ મિલો બંધ હાલતમાં છે. આમેય સિઝનથી લઇ આજસુધી માં પચીસ વર્ષમાં પ્રથમ વખત જ એવું બન્યું છે કે મહિનામાં બે પાંચ દિવસ મિલ શરૂ કરવામાં આવી હોય. આમ સિઝનની શરુઆતથી જ ખોટ આવતી હોય રાજ્ય ના જીનિંગ ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે.
માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર હરજીભાઈ ધાંધલીયાના કહેવા પ્રમાણે ભારતની ત્રણ કરોડથી વધુ ગાંસડીના ઉત્પાદન સામે નિકાસ એંશી લાખ ગાંસડીના અંદાઝ સામે આ વખતે ખરીદીજ નહિવત નીકળતા માંડ પચીસેક લાખ નિકાસ થઈ છે.જેની સામે ઇમ્પોર્ટ એટલા પ્રમાણ જ થઈ છે. જેને લઇ જીનિંગ મિલોની સ્થિતિ બગડીછે. બજારના નિષ્ણાંતોના મતે હાલ ત્રીસેક ટકા ખેડૂતોના ઘરમાં કપાસ છે. આ વખતે કપાસ નું વાવેતર ગત વર્ષ કરતા વધ્યું છે. જેને લઈ બજરમાં કપાસ ખૂબ થલવાશે. બજાર નો નિયમ છેકે માંગ અને પુરવઠાના નિયમ આધારે ભાવ ઉપજતા હોય છે. ત્યારે આગામી સમયમાં ખેડૂતો અને જિનિંગ ઉદ્યોગકારોની હાલત અત્યારથી જ કફોડી હોવાંની આગાહી થઈ રહી છે
જામનગરમા નવા કપાસની આજથી આવક પણ શરુ થઈ ગઇ: મનોજભાઈ પટેલ
તળાજામાં જીનિંગ ઉદ્યોગ ના સ્થાપક મનોજભાઈ પટેલ ના કહેવા પ્રમાણે અહીં ત્રીસથી વધુ જીનિંગ મિલો સ્થપાઈ હતી. એક સમયે સફેદ હાથી સમાન ઉદ્યોગ ભાંગી રહ્યો છે. હાલ માંડ આઠ દસ ફેકટરી ચાલું છે. વિશ્વમાં સૌથી ઉંચા ભાવ ભારતીય કપાસ ના છે જેના કારણે ખરીદી નથી. એકસપોર્ટ ઓછુ થઇ રહ્યું છે.ખેડૂતોને જયારે ભાવ મળતા હતા એ સમયે ખોટા મેસેજ ના કારણે કપાસ વેચ્યો નહિ આજે સ્થિતિ કફોડી છે. જરૂર જણાય ત્યારે ખરીદી કરીએ ગાંસડીઓ બાંધીએ છીએ. હજુ જૂનો કપાસ ખેડૂતોના ઘરમાં છે ત્યાં જામનગર વિસ્તારમાં ફેબ્રુઆરીમાં વાવેલ નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે.
વૃંદાવન જિનિંગ ફેકટરીના માલિક જે પચીસ વર્ષનો અનુભવ ધરાવેછે તેઓ કહેછેકે આવી મંદી ક્યારેય નથી જોઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા એક લાખે પહોંચવા આવેલ ગાંસડીના ભાવ સતત તૂટતા રહ્યા. હાલ 57000 આસપાસ પહોંચી છે. પુષ્કળ રૂપિયા જીનિંગ ઉંધીગકારો એ તોડ્યા. એટલે બંધ રાખીને બેઠા છીએ. મજૂરોની હાલત પણ ખરાબ છે.