સરકારની જાહેરાત માત્ર નાટક ? નાફેડે એક પણ કિલો ડુંગળી ખરીદી નથી નાફેડના અધિકારીઓ જ ન ડોકાયા, ખેડૂતો લાલઘુમ

મોટા ભાગના યાર્ડ માં યાર્ડમાં ડુંગળીની ખરીદીનો ફિયાસ્કો

રાજ્યની કુલ ૩ એપીએમસી પોરબંદર, ગોંડલ અને મહુવામાંથી નાફેડ ૯ માર્ચથી ડુંગળીની ખરીદી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. છતાં પોરબંદર, ગોંડલ અને મહુવા માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી. નાફેડ દ્વારા ડુંગળીની ખરીદીની જાહેરાત તો કરાઈ છે પરંતુ હજુ સુધી ક્યાંય પણ ડુંગળીની ખરીદી શરૂ થઈ નથી. નાફેડ દ્વારા કરાયેલી જાહેરાત બાદ પણ કોઈ વ્યવસ્થા ગોઠવાઈ નથી. ગોંડલ, મહુવા, પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં ખરીદીનો ફિયાસ્કો થયો છે. અત્યાર સુધીમાં નાફેડે એકપણ ખેડૂતની ડુંગળી ખરીદી નથી એવી સૂત્રો દ્વારા માહિતી મળી છે

ભવનગરના મહુવામાં નાફેડથી ડુંગળી ખરીદી શરૂ કરી છે. પણ નાફેડ કેન્દ્ર અંગે ખેડૂતો પાસે કોઇ માહિતી નથી. નાફેડ સીધી ખરીદી કરશે કે પછી એજન્ટોને વચ્ચે રાખીને ખરીદી કરશે તે તમામ અસમજંસતા વચ્ચે ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જો કે રાજ્ય સરકારે નાફેડની તૈયારી કરી નાના અને ગરીબ ખેડૂતોને લાભ મળશે એવી આશંકા વ્યક્ત કરી છે.

મહુવાની અંદર 3 કેન્દ્રો પર નાફેડથી ખરીદી કરાશે. જેમાં ખેડૂતોને ડુંગળી વેચવા માટે રજૂસ્ટ્રેશન કરાવું ફરજિયાત છે. તેમજ નાફેડ ખરીદીનું પેમેન્ટ ખેડૂતને ઓનલાઇન જમા કરશે. પણ નાફેડે 1 કિલો ડુંગળીની ખરીદી પણ કરી નથી.

જેના પગલે વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં ડુંગળી સાથે ગોંડલ યાર્ડ પહોંચ્યા હતા. પરંતુ માર્કેટિંગ યાર્ડમાં કોઇપણ પ્રકારની વ્યવસ્થા જોવા ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી નાફેડના અધિકારીઓ જ ના આવતા ખેડૂતો લાલઘુમ

યાર્ડમાં ના તો નાફેડના અધિકારીઓની આવ્યા કે ના તો ડુંગળી ખરીદી માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી. નાફેડ દ્વારા મોટા ઉપાડે ડુંગળી ખરીદીની જાહેરાત તો કરી દેવાઈ પરંતુ અધિકારીઓ ખુદ હાજર ન રહેતા પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો હતો. નાફેડની ટીમ ગોંડલમાં ખરીદી માટે ન પહોંચતા અનેક સવાલો સર્જાયા છે. જોકે સૂત્રોનુ માનીએ તો સરકારે ગોંડલમાં નાફેડની ટીમની ગેરહાજરીની નોંધ લીધી છે અને વહેલી તકે ગોંડલમાં ખરીદ કેન્દ્ર શરૂ કરવા આદેશ કરાયા છે. ત્યારે સંકલનના અભાવને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.

Krushikhoj WhatsApp Group