મોરબી જીલ્લાના કોયલી ગામના ખેડુત આગેવાન આહીર લક્ષમણભાઈએ ગુજરાતમાં ચાલતા ડિઝીટલ આંદોલનના સમર્થનમાં એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા હતા

ડીઝીટલ આંદોલનમાં માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોના ચડતા દેવા માફ કરવામાં આવે, પાક વીમાનું નિશ્ચિત વળતર અને ખેતપેદાશના યોગ્ય ભાવ આપવામાં આવે. આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ ખાતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા પર જે પોલીસ કાર્યવાહી કરવામાં આવી તે સઁદર્ભે તેઓને ત્વરિત ઉચિત ન્યાય મળે એ માટે લક્ષમણભાઈએ એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને અન્ય ખેડૂતોને પણ આ આંદોલનમાં જોડાવાનું આહવાન કર્યું હતું

જેમાં આ આંદોલન ના સમર્થનમા આજે વાંકાનેર ઉસ્માનગની શેરસીયા ખેડૂત આગેવાને પણ ઉપવાસ કર્યા હતા અને આંદોલનને સમર્થન પૂરું પાડ્યું હતું, ખેડૂતોને પાકવીમાનું વળતર આપો અને ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા ડીજીટલ આંદોલન કરી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા છે

ગુજરાત લેવલે ચાલી રહેલ ડીજીટલ આંદોલનમાં જોડાયા હતા, ખેડૂતોના પાક્વીમાં વળતર અને દેવું માફ કરવાની માંગ સાથે સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી ખેડૂતોએ ઉપવાસ કરી સમર્થન આપ્યું હતું. જેમાં અલગ અલગ વિસ્તારમાં ખેડૂત આગેવાનોએ અલગ અલગ દિવસે એક દિવસના પ્રતિક ઉપવાસ કરે છે લોકડાઉન ના નિયમો નું ચુસ્ત પાલન કરી પોતાના ઘરે પ્રતિક ઉપવાસ કરી સમર્થન આપ્યું હતું ખેડૂત આંદોલનને વેગવંતુ બનાવ્યું હતું.

Krushikhoj WhatsApp Group