વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મંગળવારે સાંજે દેશને સંબોધન કરીને આગામી 21 દિવસ એટલે કે તા.14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી. બુધવારે સવારે આ લખાઇ રહ્યુ છે ત્યારે આપણાં ગુજરાતમાં હાલની સ્થિતિએ કોરોના વાયરસના 38 પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. આ તમામ કેસ મોટા શહેરોના છે. હાલની સ્થિતિએ ગામડામાંથી કોઇ કેસ બહાર આવ્યો નથી. જોકે, ગામડાઓમાં પણ કોરોના વાયરસનો ખતરો છે.

અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં લોકડાઉન થયા બાદ આ શહેરોમાંથી લોકો પોતાના વતનના ગામમાં મોટા પ્રમાણમાં પરત ફર્યા છે. આ સ્થળાંતર છેલ્લા પાંચેક દિવસની અંદર થયુ છે. આથી શહેરનો ચેપ ગામડામાં પણ ફેલાવાનો ખતરો ઉભો થયો છે. આથી હાલની સ્થિતિએ ગામડામાં પણ લોકો પુરતી તકેદારી રાખે એ જરૂરી છે.

સરપંચશ્રી તથા સદસ્યશ્રી,
તમામ ગ્રામ પંચાયત,
ગુજરાત રાજ્ય.

આપ આપના ગામના ખાસ જવાબદાર વ્યક્તિ છો. આપના ગામમાં રાજકોટ, સુરત, મુંબઇ, અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી અસંખ્ય પરિવારો પોતાના વતનમાં આવી ખુબ હરખઘેલા થઈ શેરી – પાદરે ડાયરા કરવા લાગ્યા છે. મોટા સમુહ માં ભેગા થઈને વાડીઓમાં ભોજનના પ્રોગ્રામ કરવા લાગ્યા છે. આ આપના ગામ માટે ખતરા રૂપ છે. કારણકે શહેરમાંથી આવનાર કદાચ પોતાની સાથે કોરોના ના વાઇરસ પણ લઈને આવ્યા હોય પરંતુ પોતે તેનાથી અજાણ હોય તેથી બીજા લોકો માટે ખતરા રૂપ છે.

શહેરમાં બીજા દેશમાંથી આવેલા લોકોને ઘર બહાર ન નીકળવા ફરજ પડાય છે અને દરવાજે સ્ટીકર માર્યા છે. આપ આપના ગામ લોકોને મેળાવડા ન કરવા અને ઘરમાં જ રહેવા જાહેરાત કરાવશો અને જરૂર પડે તો ફરજ પણ પાડો.
આપના ગામના લોકોની તંદુરસ્તી આપના હાથમાં છે, આજની કપરી પરિસ્થિતિ માં મોદીસાહેબ ની જેમ આપ પણ મહત્વના નિર્ણય લઈ સાચા શાસક બનો…. ?

આ સંદેશને વધુમાં વધુ ગામના સરપંચો અને સદસ્યો સુધી પહોંચાડો.

આગામી થોડા દિવસો ઘરની બહાર નિકળવાનું ટાળવુ જોઇએ. નિયમિત રીતે દિવસભર સાબુથી હાથ સાફ કરવા જોઇએ. શહેરોમાં લોકો ઘરની બહાર નિકળે તો તેઓને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ છે. જોકે, ગામડાંમાં સ્થિતિ અલગ છે. ગામડાંમાં લોકોએ પોતે જ નિયમોનું પાલન કરવુ પડશે. આ સ્થિતિમાં સરપંચ અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોની પણ જવાબદારી વધી જાય છે.

કોરોના વાઈરસ થી ડરો નહીં પણ સાવચેતી રાખો., તમારા હાથ વારંવાર સાબુથી ધુવો.., ભીડ વાળી જગ્યામાં ન જાઓ અને સરકાર તરફથી લગાવવામાં આવેલી 144 ની કલમ એ લોકોના હિતમાં છે તેનું સંપૂર્ણ પણે અમલ કરો…

Krushikhoj WhatsApp Group