અક્ષય તૃતિયા (અખાત્રીજ) થી ખેડૂતો ખરીફ પાકના વાવેતર માટેની પૂર્વ તૈયારીઓ આરંભી દે છે. જેથી ખેડૂતોને વાવેતર માટે બિયારણ-ખાતર વગેરેની ખરીદીની જરૂર રહે છે. ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં થશે. જેથી બિયારણની માગ પણ વધુ પ્રમાણમાં રહેશે. સરકાર તરફથી ગત સીઝનમાં ટેકાના ભાવે નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી હતી. હાલમાં નાફેડ પાસે મગફળીનો મોટો સ્ટોક રહેલો છે. લોકડાઉનને કારણે માર્કેટ યાર્ડો પણ બંધ હોવાથી ખેડૂતોને મગફળીનું બિયારણ મળવું મુશ્કેલ બન્યું છે.

Monsoon Onion Ad

નાફેડ દ્વારા મગફળીનો પૂરતો જથ્થો છૂટો કરવામાં આવે તો ખેડૂતોને બિયારણ માટે અને ઓઇલ મિલરોને સિંગતેલ માટે જરૂરી જથ્થો મળી રહે છે. જેમાં સરકારને પણ સારું વળતર મળે એમ છે.

આ ઉપરાંત કપાસના પાકમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ થવાથી કપાસના પાકની ગુણવત્તાને નુકસાન થયું છે. લોકડાઉનને કારણે જીનિંગ અને સ્પિનિંગ મિલો પણ બંધ હોવાથી કપાસનો નિકાલ થતો નથી. જેથી સરકાર તરફથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ગુણવત્તાના જે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં થોડી છૂટછાટ આપી થોડા ઓછા ભાવથી ખરીદી કરવામાં આવે તો કપાસનો નિકાલ થઈ શકે અને ખેડૂતોની આર્થિક મુશ્કેલ હળવી થઈ શકે એમ હોવાનું ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેને કૃષિ રાજ્યમંત્રી, મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે.

Krushikhoj WhatsApp Group