શુક્રવારે ગોંડલ માર્કેટયાર્ડ તથા અન્ય માર્કેટયાર્ડ માં કપાસની હરાજીની શરૂઆત થઇ. જેમાં કુલ 297 ક્વિન્ટલ કપાસની આવક સાથે રૂ.676 થી રૂ.886 ની સપાટીએ ભાવ રહ્યો.

રાજ્યના અન્ય યાર્ડોમાં હજુ કપાસની આવક શરૂ થઇ નથી. રાજકોટ યાર્ડમાં આગામી દિવસોમાં કપાસની આવક શરૂ થવાની સંભાવના છે. એક મહિના પહેલા લોકડાઉનની જાહેરાત થઇ ત્યારે કપાસનો ભાવ રૂ.950થી રૂ.1000ની સપાટીએ હતો. ગુજરાતમાં અંદાજે 80 ટકા ખેડૂતોએ કપાસનું વેચાણ કરી દીઘેલ છે. જોકે, અંદાજે 20 ટકા જેટલા ખેડૂતો પાસે કપાસનો સ્ટોક હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રના મહુવા અને ઉત્તર ગુજરાતના હારીજમાં સીસીઆઇ દ્વારા રૂ.1056થી રૂ.1100ના ભાવે કપાસની ખરીદી થઇ રહી છે. રાજ્યમાં સીસીઆઇના કેન્દ્રો શરૂ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે

પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં નવી સિઝનના કપાસના વાવેતરની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં હજુ એક મહિના બાદ જ કપાસના વાવેતરનો પ્રારંભ થવાની સંભાવના છે. ગુલાબી ઇયળના ઉપદ્રવથી બચવા ખેડૂતો બહુ આગોતરા વાવેતરને ટાળે એવી ભલામણ કૃષિ નિષ્ણાતો દ્વારા થઇ રહી છે.

Krushikhoj WhatsApp Group