ગુજરાતમાં ભરઉનાળે મેઘરાજા છેલ્લા પંદરેક દિવસથી અડ્ડો જમાવીને બેઠા હોવાથી ઘઉં સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે અને એની સૌથી મોટી અસર ઘઉંના ભાવ ઉપર જોવા મળી છે. જીરું, ઇસબગુલ જેવા બીજા શિયાળુ પાકોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંનો સૌથી ઉંચો ભાવ બોલાયો છે. ઈતિહાસમાં પહેલીવાર ઘઉંનો ભાવ 900 ને પાર પહોંચ્યો છે. ખેડૂતના ઘઉંનો ભાવ 901 રૃપિયા બોલાયો છે. જેને લઇને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહ્યો છે. સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક વધી છે. ગય કાલે તારીખ 25 માર્ચ ના રોજ માર્કેટિંગ યાર્ડમાં 14000 થી વધુ બોરીની આવક થઇ છે. બીજી બાજુ, હજુ પણ આવક વધશે અને ખેડૂતો ને આ વર્ષે ઘઉં ના ભાવ સારા મળશે એવી આશા છે.

ઘઉંના ભાવ ઊઘડતી સીઝને જ 700 થી 925 રૂપિયા પ્રતિ 20 કિલો એટલે કે ક્વિન્ટલના 3500 થી 4625 રૂપિયા સુધીના ક્વોટ થાય છે, જે અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ છે.

ગુજરાતમાં મહુવા મંડીમાં 20 કિલો ઘઉંના ભાવ આજે ઉપરમાં 925 રૂપિયા સુધી ક્વોટ થયા હતા, જે ખાનાર વર્ગે જ ખરીદ્યા હતા. ભાલિયા ઘઉંના ભાવની જેમ ટુકડા ઘઉંના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડોના ભાવનો અભ્યાસ કરતા રાજ્યમાં આશરે દશેક સેન્ટરમાં ઘઉંના ભાવ આજે ઊંચામાં 700 રૂપિયાથી ઉપર ક્વોટ થયા હતા.

હિંમતનગર APMC માર્કેટમાં ઐતિહાસિક 901 રૂપિયા ઘઉં લોકવન નો ભાવ બોલાયો હતો

મહુવા APMC 404 થી 800
વિરમગામ APMC 390 થી 811
ભાવનગર APMC 501 થી 700
કડી APMC 430 થી 801
મોડાસા APMC 390 થી 790
સાણંદ APMC 411 થી 706

ઘઉં ટુકડા
સાવરકુંડલા APMC 416 થી 753
અમરેલી APMC 356 થી 731
જેતપુર APMC 521 થી 701

 

Krushikhoj WhatsApp Group