મોરબી : મોરબીમાં આજે પાક વીમામાં થઈ રહેલા અન્યાય મુદ્દે ખેડૂતોએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોરોનાથી બચવા અંગેના ડ્રેસમાં સજ્જ થઈને ખેડૂતો વિરોધ પ્રદશન કર્યું હતું. બાદમાં પાક વીમામાં થઈ રહેલા અન્યાયકારી વલણ દૂર કરવાની માંગ સાથે જગતતાત જે.કે પટેલ, લક્ષ્મણભાઇ આહીર તેમજ ગુજરાત કિશાન સંગઠનના આગેવાન ખેડૂતોએ કલેકટરને આવેદન આપ્યું હતું.

Monsoon Onion Ad

આવેદન આપીને ખેડૂતોને હેરાન કરવાના બદલે પાકવિમો આપવાની માંગ કરી હતી.

હાલમાં કોંરોના વાયરસ હાહાકાર મચાવ્યો છે. ત્યારે મોરબી પંથકના ખેડુતોએ પાક વીમા મુદ્દે થઈ રહેલા અન્યાયકારી વલણનો વિરોધ કરવા માટે કોરોના વાયરસની થીમ અપનાવી હતી. જેમાં ખેડૂતોએ કોરોના વાયરસની થીમ ઉપર જ પાક વીમા મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોરબીમાં પાકવીમા મુદ્દે ખેડૂતોનું અનોખું વિરોધ પ્રદર્શન કરીને પોતાની માંગણી બુલંદ બનાવી હતી અને કોરોના વાયરસની થીમ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. જેમાં કોરોનાથી બચવા અનોખા ડ્રેસમાં સજ્જ થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Krushikhoj WhatsApp Group